________________
ગ્રંથકાર ચરિત્રાવળ
ડૉ. રમણલાલ કનયાલાલ યાજ્ઞિક, એમ. એ; પી.એચ. વિ;
એઓ નડિયાદના વતની અને જ્ઞાતે વડનગરા નાગર બ્રાહ્મણ છે. એમને જન્મ સન ૧૮૯૫ ના તા. ૨૧ મી સપ્ટેમ્બરના રોજ (આ સુદ ત્રીજ સંવત ૧૯૫૧) નડિયાદમાં થયું હતું. એમના પિતાશ્રીનું નામ કનૈયાલાલ ઝવેરીલાલ યાજ્ઞિક અને માતુશ્રીનું નામ સૌ. મણિગારી લાભશંકર પંડયા હતું. એઓ જાણતા સમાજસેવક શ્રીયુત ઈન્દુલાલ યાજ્ઞિકના ન્હાનાભાઈ થાય છે. એમનું લગ્ન સન ૧૯૨૦ માં સૌ. વિનોદિની
હેન-જાણીતા સાક્ષર શ્રીયુત ચંદ્રશંકર નર્મદાશંકર પંડ્યાની પુત્રી–સાથે થયું હતું; અને એ બહેન બી. એ, થયેલા છે. એટલું જ નહિ પણ પતિની સાથે ઈગ્લાંડ જઈને ત્યાં કેળવણીશાસ્ત્રને ખાસ અભ્યાસ કરી ટિ. લિ. ની ઉપાધિ ધારણ કરી આવ્યાં છે. હમણાં ભાવનગરમાં મહિલા વિદ્યાલયના તેઓ આચાર્યપદે છે અને ત્યાંના સ્ત્રીજીવનના વિકાસ માટે સારી કાળજી રાખે છે.
પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ એમણે નડિયાદમાં પ્રાપ્ત કર્યું હતું અને હાઈસ્કૂલમાં થયેલા નાટ્યપ્રયોગમાં એમને સુંદર અભિનયકળા માટે ઇનામ મળ્યું હતું. સન ૧૯૧૭ માં બી. એ. ની પરીક્ષા એમણે ઈગ્લિશ આનર્સ સહિત વિલ્સન કોલેજમાંથી પાસ કરી હતી. એ વર્ષ એ કલેજમાં તેઓ ફેલે નિમાયા હતા અને સન ૧૯૨૦ માં એમ. એ. ની પરીક્ષા ઈગ્રેજી અને ગુજરાતી એ વિષયોમાં બીજા વર્ગમાં પાસ કરી હતી.
હાલમાં તેઓ સામળદાસ કોલેજ-ભાવનગરમાં ઈગ્રેજી સાહિત્યના મુખ્ય અધ્યાપક છે.
વચમાં (૧૯૨૯-૩૧) તેઓ ઈંગ્લાંડ વધુ અભ્યાસ માટે ગયા હતા; અને ત્યાંથી “હિંદી નાટક” એ વિષય પર એક પુસ્તક લખીને પી. એચ. ડી.ની ડોકટરેટની પદવી ઈગ્રેજી વિભાગમાં મેળવી આવ્યા હતા.
એમને એ હિંદી રંગભૂમિ પરનું પુસ્તક હિંદી તેમજ અંગ્રેજી પત્રોમાં સારી પ્રશંસા પામ્યું છે. એ પુસ્તકની ખાસ અમેરિકન આવૃત્તિ છપાય છે. ઉપર જણાવ્યું છે તેમ અભિનય કળા પ્રતિ પ્રથમથી એમને અનુ
૧૭૪