________________
. રમણલાલ કનૈયાલાલ યાજ્ઞિક
રાગ હતા અને એમની એ શક્તિને પરિચય કાઠિયાવાડમાં નર્મદ શતાબ્દી પ્રસંગે સ્થળે સ્થળે સફળતાથી રંગલીલા ભજવી હતી, તે વખતે સૌને થયો હતો.
સાહિત્ય માટે એમને એવી જ પ્રીતિ છે. ભાવનગર સાહિત્ય પરિષદ ભરવામાં અને તેને ફતેહમંદ રીતે પાર ઉતારવામાં એમને ફાળો ન્હોટે હતા તેમજ સાહિત્ય પરિષદના મંત્રી તરીકે લાઠીમાં પણ એમનું સેવાકાય કિંમતી જણાયું હતું.
ઈગ્રેજી કવિતા અને નાટયસાહિત્ય એ એમના પ્રિય વિષય છે.
ગોવર્ધનરામ, કાન્ત, ન્હાનાલાલ અને મુનશીની એમના જીવન પર પ્રબળ અસર થયેલી છે. શેકસપિયર અને સમગ્ર નાટયસાહિત્ય એ એમને વિશેષ આકર્ષે છે.
સન ૧૯૨૦ થી ગુજરાતી માસિકમાં એમના લેખો ખાસ કરીને વિવેચનના અવારનવાર પ્રસિદ્ધ થયેલા છે. હાલમાં વિલાયતનાં માસિકમાં પણ તેઓ લખે છે. સન ૧૯૨૮ માં એમના શિષ્ય મિત્ર સ્વર્ગસ્થ . ગજેન્દ્રશંકર બુચનો લેખસંગ્રહ “ગજેન્દ્ર મિક્તિક ” એ નામથી એમણે “એડિટ' કર્યો હતો અને તાજેતરમાં એમનું The Indian Theatre એ નામનું પુસ્તક અંગ્રેજીમાં વિલાયતમાં પ્રસિદ્ધ થયું છે, જે દરેક નાટયસાહિત્ય પ્રેમીએ વાંચવા જેવું છે.
.:: એમની કૃતિઓ :: ૧ ગજેન્દ્ર મિક્તિક (સંપાદિત) ગેંડળ, સન ૧૯૨૮. ૨ The Indian Theatre (અંગ્રેજીમાં) લંડન સન ૧૯૩૩.