________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. પ
હતી અગર તેા તે કરતાં વિશેષ કરી બતાવવાનું કાને ગમે તે કારણે ને લેખને અનુકૂળ નહિં આવ્યું હોય.
પરન્તુ સરકારી કેળવણી ખાતાને સારા ઈંગ્લીશ—ગુજરાતી કોષની ખામી જણાઈ અને તે કામ માટું અને નાણાંની જરૂરિયાતવાળું હાવાથી સરકારી કેળવણી ખાતાને જ તે હાથમાં લેવું પડયું. રેવરન્ડ રાખટ મેન્ટગામરી, રા. અંબાલાલ સાકરલાલ દેસાઇ અને રા. મણિધરપ્રસાદ તાષિપ્રસાદને આ કામ માટે ખાતાએ નિયુક્ત કર્યો. કેટલાક વર્ષના સતત ઉદ્યોગ, મહેનત અને ખતના પરિણામે સને ૧૮૮૭ માં આ ડીક્ષનેરી બહાર પડી. આપણી ગુજરાતી ભાષામાં જો કોઈપણ ઈંગ્લીશ-ગુજરાતી ડીક્ષનેરી વિદ્વતાપૂર્ણ, શાસ્ત્રીય પદ્ધતિસર અને સંપૂર્ણ આધારભૂત બહાર પડી હાય તે તે આજ ડીક્ષનેરી છે. વિવિધ ત્રિપુટિના પ્રયત્નથી આ ડીક્ષનેરી તે સમયના માટે સંપૂર્ણતાના શિખરે પહેાંચી હતી. તેની વિશેષતા એ હતી કે અત્યાર સુધીમાં કોઇએ અખત્યાર નહિં કરેલી ઈંગ્રેજી કોષોની પદ્ધતિસર તેની રચના રાખી હતી. સરકારી કેળવણી ખાતામાં, મુંબાઈ તરફ અને ખાસ કરીને ઈંગ્રેજોમાં તે મેન્ટગામરી ડીક્ષનેરી તરીકે, સુરત જીલ્લામાં, મણિધરપ્રસાદકૃત ડીક્ષનેરી તરીકે અને ખેડા તથા અમદાવાદ જીલ્લામાં તે અંબાલાલકૃત ડીક્ષનેરી તરીકે પ્રસિદ્ધ હતી. સદર. ડીક્ષનેરી સરકાર તરફથી બહાર પાડવામાં આવી હતી અને તેની કિંમત રૂ. ૯-૦-૦ રાખવામાં આવી હતી. જ્યારે સરકારે પેાતાના પ્રકાશના બંધ કર્યાં અને તેમણેજ તૈયાર કરાવેલાં અને છપાવેલાં પુસ્તકોના હકકા તેના કર્તાઓને સાંપી દીધા ત્યારે સદર ડીક્ષનેરીના કર્તાએમાં રા. અંબાલાલભાઈ એકલા હયાત હોવાથી તેમને હક્ક સોંપી દેવામાં આવ્યા હતા. તેએશ્રીએ સદરને સંસ્કાર આપીને તેની બીજી આવૃત્તિ સને ૧૯૧૦ માં છપાવી હતી અને તેની કિંમત માત્ર રૂ. ૫) રાખી હતી.
પરન્તુ આ માટી ડીક્ષનેરી સને ૧૮૮૭માં બહાર પાડી તે પહેલાં સને ૧૮૮૫ માં રા. ઝવેરિલાલ ઉમિયાશંકર યાનિક અને મેાતીરામ ત્રિકમદાસે ધી સ્ટુડન્ટસ ઇંગ્લીશ-ગુજરાતી ડીક્ષનેરી એ નામથી એક ડીક્ષનેરી બહાર પાડી હતી. તેમજ સને ૧૮૮૬ માં મી. રાંદેરીયા અને પટેલે ધી ઇંગ્લીશગુજરાતી ડીક્ષનેરી એ નામથી અમદાવાદમાં એક બહાર પાડી હતી. તેની ખીજી આવૃત્તિ સને ૧૮૯૫ માં બહાર પડી હતી. સને ૧૮૮૭માં સરકારી
re