________________
ગુજરાતી ભાષાના શબ્દકેષ
મિ. મુસનું મૃત્યુ થતાં તે કામ એકલા મિ. રાણીનાને ભાગ આવ્યું હતું. તેમાં મદદને માટે તેમણે તેમના ચિરંજીવીને સામેલ કર્યા હતા. સને ૧૯૦૦ માં મિ. નાનાભાઈ રાણીના પણ ગુજરી ગયા ત્યારે ડીક્ષનરીનું કામ S અક્ષર સુધી આવ્યું હતું અને બાકીનું કામ તેમના ચિરંજીવી રૂસ્તમ ના. રાણીનાએ સને ૧૯૦૮ માં પુરું કર્યું હતું. સદર કોષમાં મૂળથી
જ ઇગ્રેજી શબ્દોના ગુજરાતી પર્યાય આપવાની તેમજ તે શબ્દ ઉપરથી નિકળતા બીજા ફેઝીસના ગુજરાતી અર્થ આપવાની રૂઢિ ગ્રહણ કરેલી તે તેમણે ઠેઠ સુધી કાયમ રાખી છે. અત્યંત ખંત અને મહેનતથી તેમણે આ કાર્ય કરેલું છે. ખાનગી માણસે અને તે પણ સામાન્ય પરિપાટીના માણસો આવા કાર્ય આરંભે તો તેમાં તેમને જે મુશીબતો નડે તે સઘળી મુશીબતે મિ. રાણીના તથા મિ. મુસને નડી હતી. સરકાર પાસે પણ તેમણે મદદની માગણી કરી હતી પરતું ત્યાંથી પણ તેમના પ્રારબ્ધમાં મદદ મળવાનું લખાયું નહોતું. તેમ છતાં પિતાનાજ બળ ઉપર ઝઝુમી તેમણે આ કાર્ય સંપકારક રીત્યે પુરૂ કરી આપણી ભાષામાં સારે કોષ આપવાનો ઉપકાર કર્યો છે.
ઉપરની ડિક્ષનેરી મોટા પાયા ઉપર હોવાથી તાત્કાલિક જરૂરિયાતને પહોંચી વળવા એજ બે ભાઈઓ તથા કવિ નર્મદાશંકર લાલશંકરે સને ૧૮૬૨ માં ધી કોપેન્ડીઅમ ઇ. ગુજરાતી ડીક્ષનેરી યુનિયન પ્રીન્ટીંગ પ્રેસમાં છપાવીને બહાર પાડી. વળી તેજ સાલમાં ધી કેપેન્ડીઅમ ઓફ ઈ ગુ, ડીક્ષનેરી એ નામથી રા. ઝરિલાલ ઉમિયાશંકર યાજ્ઞિક, રા. ત્રિભોવનદાસ દ્વારકાદાસ તથા મોતીરામ ત્રિકમદાસે બહાર પાડી. સદર ડિક્ષનેરી રા. ઝરિલાલ યાજ્ઞિક કૃત ડીક્ષનેરી એ નામથી ઘણા વખત સુધી પ્રચલિત રહી હતી. કારણ કે સને ૧૮૭૧ માં મિ. મુસ અને મિ. યાજ્ઞિકના નામથી ઈગ્રેજી-ગુજરાતી ડીક્ષનેરી એ શિર્ષક હેઠળ તેની નવિન આવૃત્તિ નિકળી હતી. તેનીજ ત્રીજી આવૃત્તિ સને ૧૮૮૦ માં અને ચોથી આવૃત્તિ સને ૧૮૮૪ માં પ્રકટ થયેલી હતી. એટલે સદર ઝરિલાલકૃત ડીક્ષનેરી સને ૧૮૬૨ થી તે સને ૧૮૮૪ સુધી ચાલુ જ હતી. બીજી કઈ ડીક્ષનેરી તે દરમ્યાન નિકળી હોય તેવું લેખકના જાણવામાં નથી. ત્યાં સુધી સદર ડીક્ષનેરી તે વખતના ચાલુ વપરાશને માટે પુરતી ગણાતી