________________
ગ્રંથકાર ચરિત્રાવળી
જેઠાલાલ જીવણલાલ ગાંધી - એઓ જ્ઞાતે દશાનાગર વણિક અને મહેમદાવાદ ( છેલ્લે ખેડા ) ના વતની છે. એમના પિતાનું નામ જીવણલાલ સાંકળચંદ ગાંધી અને માતુશ્રીનું નામ ચંચળબહેન ગોરધનદાસ શાહ છે. એમને જન્મ તા. ૫ મી ડિસેમ્બર ૧૯૦૫ના રોજ મહેમદાવાદમાં થયો હતો. એમનું લગ્ન સન ૧૯૨૬ માં સૌ. સવિતાબહેન સાથે મહેમદાવાદમાં થયેલું છે.
અંગ્રેજી સાત ધોરણ પૂરા કર્યા પછી તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં દાખલ થયા હતા અને તેની એમણે વાણિજય વિદ્યા વિશારદની પદવી પ્રથમ વર્ગમાં લીધી છે.
સ્નાતક થયા પછી તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે જોડાયા હતા.
માસિકમાં વિશેષ કરીને પ્રસ્થાન” માં એમના લેખો આવે છે. ભૂગોળ, સંપત્તિશાસ્ત્ર અને નામું, એ એમના પ્રિય વિષયો છે.
': એમની કૃતિઓ : પુસ્તકનું નામ,
પ્રકાશન વર્ષ. 1. Economics of Khaddar’-by Greggએ પુસ્તકોને અનુવાદ
સન ૧૯૩૧ ૨. લૂંટાતું હિંદ (અનુવાદ )
૧૬૨