________________
ગ્રંથકાર ચરિત્રાવળી મુનિશ્રી જિનવિજયજી
એઓ જન્મે પરમારવંશ રાજપુત છે. એમનું મૂળ નામ કિસનસિંહ અને પિતાશ્રીનું નામ વૃદ્ધિસિહજી છે. એમના માતુશ્રીનું નામ રાજકુંવર. એમને જન્મ ઉદયપુર સંસ્થાન મેવાડના ગામ રૂપાયેલીમાં સં. ૧૯૪૪ માં થયો હતો. એઓ અવિવાહિત છે; અને સઘળો અભ્યાસ ખાનગી રીતે કરેલ છે.
જૈન સાધુના સંસર્ગમાં આવતાં તેમણે જૈન દીક્ષા લીધી પરંતુ કહેવાતા સાધુ જીવનના રૂઢ આચાર વિચારથી તેમના જીવને ગ્લાનિ થઈ અને સ્થાનકવાસી–મૂર્તિપૂજક આદિ સંપ્રદાયની વાડાબંધીમાં વર્ષો સુધી બંધાઈ રહ્યા; આખરે વેશ ત્યાગ કરી તેમાંથી મુક્ત થયા અને એક અધ્યાપક અને સાહિત્ય સેવકના જીવન તરીકે અધ્યયન અધ્યાપનનું અને ગ્રંથલેખન-સંપાદનના સતત કાર્યમાં પિતાનું સાદું જીવન ગાળી રહ્યા છે.
- પતે એટલા ઉદાર અને સુધારક વિચારના છે કે વધુ અભ્યાસ અર્થે તેઓ ઇગ્લાંડ, જર્મની દેશમાં જઈ, કેટલાક સમય રહી આવ્યા હતા.
તેઓ મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી પ્રેરાઈ ગુજરાત વિદ્યાપીઠમાં આવી વસ્યા તે અગાઉથી પુરાતત્ત્વના એક સારા અભ્યાસી અને વિદ્વાન લેખક તરીકે પ્રતિષ્ઠા મેળવી હતી. “જૈનતત્વસાર” અને “ વિજ્ઞપ્તિ ત્રિવેણી” એ એમના પ્રથમ ગ્રંથે હતા. તે પછી એ એક અભ્યાસીની પેઠે આપણા પ્રાચીન સાહિત્ય, ઈતિહાસ, ધર્મગ્રંથો અને પુરાતત્ત્વનું પદ્ધતિસર અધ્યયન કરી રહ્યા છે અને એમના એ અભ્યાસનું ફળ વખતોવખત લેખો લખીને, વ્યાખ્યાને આપીને અને ગ્રંથ સંપાદન કરીને અને રચીને જનતાને આપતા રહ્યા છે. | ગુજરાત પુરાતત્વ મંદિરનું કામકાજ એમની સીધી દેખરેખ અને નેતૃત્વ નીચે સારી રીતે ખીલ્યું હતું, અને એ સંસ્થા સત્યાગ્રહની લડતના કારણે બંધ થઈ ન હતી તે તેના તરફથી ગુજરાતના ઇતિહાસનું એક કિમતી પુસ્તક મળત એવી સૌ આશા રાખતા હતા; છતાં મુનિશ્રી જિનવિજયજીએ પ્રબંધ ચિંતામણીનું સંપાદન કાર્ય આરંભીને એ માર્ગ ખુલ્લે કર્યો છે અને જ્યારે એ સમગ્ર ગ્રંથ તૈયાર થઈ જશે ત્યારે અભ્યાસીને ગુજરાતના ઈતિહાસ વિષે પુષ્કળ અને નવીન સાધનસામગ્રી પ્રાપ્ત થશે.
એમની એ વિદ્વતાના કારણે મુંબઈ યુનિવર્સિટીએ એમને વસનજી માધવજી વ્યાખ્યાને આપવા નિમંત્ર્યા હતા; અને એમનાં તે વ્યાખ્યાને
૧૬૦