________________
ગ્રંથકારે ચરિત્રાવળી
ગોરધનદાસ ડાહ્યાભાઈ એનજીનીયર
એઓ જાતે લેઉઆ પાટીદાર અને સુરતના વતની છે. એમનો જન્મ તા. ૨૯ મી જાન્યુઆરી સન ૧૮૯૦ ના રોજ સુરતથી ત્રણ માઈલ દૂર આવેલા એમના મેસાળમાં સારોલી ગામે થયો હતો. એમના પિતાનું નામ ડાહ્યાભાઈ ત્રિભોવનદાસ એજીનીઅર હતું અને માતાનું નામ ગુલાબહેન * હતું. એમનું પહેલું લગ્ન સન ૧૯૦૪માં સૌ. જડાવગૌરી સાથે થયું હતું અને તે સ્વર્ગસ્થ થતાં, દ્વિતીય લગ્ન સન ૧૯૧૧ માં સુરતમાં જ સૌ. પદ્માવતી સાથે થયું હતું.
મેટ્રીકયુલેશન સુધીનો અભ્યાસ એમણે સુરતમાં કર્યો હતો; પછીથી સઘળે અભ્યાસ સોલિસીટર થતાં સુધી મુંબાઈમાં કર્યો હતે.
હાલમાં તેઓ સોલિસીટર તરીકે કામકાજ કરે છે.
સને ૧૯૧૫ માં પાંચમી સાહિત્ય પરિષદ તરફથી “રામાયણને સાર” એ નામનું કાવ્ય રચવા માટે તેમને પહેલું ઈનામ મળ્યું હતું. એ કાવ્ય સને ૧૯૧૭ માં “શ્રી રામચરિતામૃત” એ નામે પ્રકટ કરવામાં આવ્યું હતું.
કવિતા અને તત્ત્વજ્ઞાન એમના પ્રિય વિષય છે અને આપણું ધાર્મિક ગ્રંથે જેવા કે, રામાયણ, મહાભારત અને ભાગવતે એમનું જીવન રંગેલું છે. રવીન્દ્રનાથ ટાગોર, શ્રીયુત અરવિંદ ઘોષ, અને સ્વામી રામતીર્થ વગેરેની છાપ પણ એમના પર ઉંડી પડેલી છે.
કાયદાના કામકાજમાં તેઓ ચાલુ રોકાયેલા રહે છે, તેમ છતાં તેમને સાહિત્ય શેખ અને લેખનપ્રવૃત્તિ મંદ પડ્યાં નથી, એ એમનાં લખેલાં પુસ્તક પરથી જણાશે.
:: એમની કૃતિઓ :: પુરતકનું નામ,
પ્રકાશન વષ. શ્રી રામચરિતામૃત
સન ૧૯૧૭ પ્રભાતફેરી ઉમર મૈયામની રુબાઈયતે (બે ઘડી
મેજમાં કટકે કટકે પ્રગટ થઈ.) સન ૧૯૩૨-૩૩ ઉત્સર્ગ
* ૧૯૩૩ ગીતાંજલિ (ટીકા સાથે) (વિશ્વતિ'માં
કટકે કટકે પ્રગટ થાય છે.) સં. ૧૯૮૩ થી
ક ૧૯૩૦
૧૫૮