________________
રૂસ્તમજી બરજોરજી પમાસ્તર.
રૂસ્તમજી બરજોરજી પેમાસ્તર.
એઓ જાતે પારસી અને સુરત પાસે આવેલ રાંદેરના મૂળ વતની છે. એમનો જન્મ સને ૧૮૭૦માં ૨૭મી જાન્યુઆરીના દિવસે થયો હતે. એમના પિતાશ્રીનું નામ બરજોરજી ફરામજી પેમાસ્તર અને માતાનું નામ નવાજબાઈ બરજેરજ પમાસ્તર છે. એમનું લગ્ન સને ૧૮૯૯માં ૭મી મે એ મુંબાઈમાં બાઈ શીરીનબાઈ, તે શેઠ મંચેરજી સેરાબજી પિસ્ટવાળાના પુત્રી સાથે થયું હતું.
તેમણે બધે અભ્યાસ મુંબાઈમાં ફેટ હાઇસ્કૂલમાં કરેલ અને વખતો વખત સ્કોલરશિપ પણ મેળવેલી. સને
માં એલ્ફીન્સ્ટન કોલેજમાંથી બી. એ. ની પરીક્ષા ફારસી ઐચ્છિક વિષય લઈને પાસ કરી હતી.
એમના વિષે વધુ જાણવાનું એ છે કે તેઓ કવિ અરદેશર ખબરદારના મામા થાય અને કવિએ પિતાને ઘેર રાખીને સ્કુલ કેળવણી લેવામાં તેમને મદદ કરી હતી.
પારસી પ્રકાશનના સંપાદન અને પ્રકાશક તરીકે તેમનું કાર્ય બહુ મૂલ્યવાન કહેવાય. વળી એમણે સંખ્યાબંધ અનેક પુસ્તક ગુજરાતીમાં રચ્યાં છે.
કોમી તેમજ સાર્વજનિક હિલચાલમાં તેઓ રસપૂર્વક ભાગ લે છે અને તે કાર્યમાં એમના પત્ની શ્રીમતી શિરિનપ્લેનને એમને પુરે સાથ હોય છે.
:: એમની કૃતિઓ :: નં. પુસ્તકનું નામ. ગુજરાતી. પ્રકાશનવર્ષ. ૧. જ્ઞાતિના સવાલોમાં કોર્ટને અધિકાર
સન ૧૯૦૭ ૨. સંજાણ ખાતે યાદગીરીના પારસી સ્તંભની હિલચાલ. , ૧૯૧૦ ૩. પહેલા સર જમશેદજી જીજીભાઈ બેરેનેટ એક ગ્રંથકાર તરીકે, ૧૯૧૨ ૪. આગલા પારસીઓ, તેઓનો વેપાર, તેમનું સાહસિકપણું, તેમની સખાવત, તેમની સાદાઈ વગેરે.
છે ૧૯૧૩ ૫. ગઈ સદીના આઠમા દાયકાના પારસીઓ ૬. કિસે સંજાણ (ગુજરાતી, ઈગ્રેજી અને ફારસીમાં) છે. દેશી રાજ્યો મથેના પારસીઓ માટે ખાસ કાયદાની જરૂર. ,, ૧૯૧૭
૪ મી. દીનશાહ એફ. મુલ્લા સોલિસીટરના અંગ્રેજી પુસ્તક પરથી.
૧૯૧૫