________________
ગ્રંથકારે ચરિત્રાવળી
ઈમામ ખાન કયસરખાન ખાન
એઓ જાતે સુન્ની મુસલમાન વઢવાણ શહેરના વતની છે; એમને જન્મ તા. ૪ થી માર્ચ ૧૮૮૮ના રોજ વઢવાણ કૅપમાં થયો હતો. એમના પિતાનું નામ કયસરખાન અને માતાનું નામ બાઈ દાદીબુ છે, એમનું લગ્ન ૧૯૦૮ માં ધ્રાંગધ્રા તાબે ચડાવા ગામે બીબી ફાતેમા ખાતુન સાથે થયું હતું.
- પ્રાથમિક શિક્ષણ એમણે રાજકોટ ટ્રેનિંગ કોલેજમાં લીધું હતું અને અંગ્રેજી સાત ધોરણ સુધીનો અભ્યાસ જામનગર હાઈસ્કૂલમાં કર્યો હતે. ગરીબાઈને લીધે કોલેજમાં દાખલ થઈ તેઓ આગળ અભ્યાસ કરી શક્યા નહતા. માંગરોલ હાઈસ્કુલની સર્વીસ સાથે આગળ વિદ્યાભ્યાસ ચાલુ રાખીને સન ૧૯૧૨ માં ધી બોમ્બે યુનિવર્સિટીની મેટ્રીક્યુલેશનની પરીક્ષા પસાર કરી હતી.
શાળા અભ્યાસ દરમિયાન એમને જામનગરવાલા શેઠ એસ. જમાલસાહેબ તરફથી ઓલરશીપ મળી હતી, તેમ કલાસમાં ઉંચે નંબરે આવવાથી ઈનામ પણ પ્રાપ્ત કર્યા હતાં.
હાલમાં ઉપલેટામાં મુસ્લિમ મિડલ સ્કુલમાં અને મદરસ-એ-ઝિનતુલ ઈસ્લામમાં બાર વર્ષથી પ્રિન્સિપાલ છે.
સાહિત્ય, ઇતિહાસ અને નીતિનાં લખાણ માટે ખાસ પ્રેમ ધરાવે છે અને નાણું સાધન ન હોવા છતાં સાહિત્ય પ્રીતિથી આકર્ષાઈને એમણે નીચે મુજબ અનુવાદ ઉર્દુમાંથી ગુજરાતીમાં કર્યો છે.
– એમના ગ્રંથેની યાદી :(૧) શાહી ગુપ્તભંડાર
૧૯૨૧ (૨) ઈરલામની અમૃતવાણી
૧૯૨૪ (૩) કાતીલ કટાર
૧૯૨૫ (૪) દેશાભિમાની બહાદુર બાનું (૫) ઈસ્લામનું ગૌરવ
૧૯૩૧ (૬) જીવનમાર્ગ
૧૯૩૨
૧૫૦