________________
કેશવરામ કાશીરામ શાસ્ત્રી, “ગાગ્યે”
કેશવરામ કાશીરામ શાસ્ત્રી, “ગાગ્યે”
એઓ જ્ઞાતે બઈ બ્રાહ્મણ જ્ઞાતિ-ગિરનાર બ્રાહ્મણના એક વિભાગના છે. એમનું વતન કાઠિયાવાડમાં આવેલું માંગરોલ બંદર છે. એમના પિતાશ્રી કાશીરામ શાસ્ત્રી ચુસ્ત વલ્લભ વૈષ્ણવ છે અને વૈષ્ણવ સાહિત્યના-ખાસ કરીને શ્રીમદ્ ભાગવતના ઊંડા અભ્યાસી તરીકે જાણીતા છે. એમની માતાનું નામ દેવકીબાઈ હતું. એમનો જન્મ તા. ૨૮ મી જુલાઇ સન ૧૯૦૫ ના રોજ . ૧૯૬૧ ના અષાઢ વદિ ૧૧ માંગરોલમાં થયો હતો. એમનું લગ્ન સને ૧૯૨૪ માં (સં. ૧૯૮૦ માં) પ્રભાસપાટણમાં સૌ. પાર્વતી બહેન તે જૂઠાભાઈ બાપોદરાનાં પુત્રી સાથે થયેલું છે. અને એ બહેને પ્રાથમિક ચાર ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે.
પ્રાથમિક શિક્ષણ એમણે માંગરેલમાં લીધેલું અને ઈગ્રેજી અભ્યાસ ત્યાંની કોરેશન હાઈસ્કૂલમાં કર્યો હતો. અહિં છઠું અને સાતમું ધોરણ એકસાથે કરીને સને ૧૯૨૨માં તેમણે મેટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી હતી. વધુમાં એમના પિતાશ્રી પાસે સંસ્કૃત પાઠશાળામાં સંસ્કૃત વ્યાકરણ, કાવ્ય, નાટકે અને શુદ્ધાદ્વૈત વેદાંતને અભ્યાસ કરેલો છે.
હાલમાં તેઓ ( સને ૧૯૨૫ થી ) માંગરોલ કરોનેશન હાઈસ્કૂલમાં ગુજરાતી અને સંસ્કૃતના શિક્ષક છે.
થોડીક મુદતથી એમણે ગુજરાતી માસિકમાં લખવાનું શરૂ કરેલું છે; પણ એ ટુંક અરસામાં ગુજરાતી ભાષા સાહિત્યના એક વિચારશીલ અને માર્મિક અભ્યાસી તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેલી છે અને ગયા વર્ષમાં મહાભારત “આદિ પર્વ—સભાપર્વ'નું શ્રી ફૉર્બસ ગુજરાતી સભા મુંબાઈ સારૂ સંપાદન કર્યું, એ કાર્યથી ગુર્જર વિદ્વવર્ગમાં એમની બહોળી પ્રશંસા થયેલી છે.
- ભાષાશાસ્ત્ર, પ્રાચીન કાવ્ય અને પુરાતત્ત્વ એ એમના પ્રિય વિષયો છે; અને વૈષ્ણવ સંપ્રદાયના સાહિત્યથી પૂરા પરિચિત છે, જે વૈષ્ણવધર્મપતાકા, ભક્તિસામ્રાજ્ય, શુદ્ધત અને પુષ્ટિપીયૂષ, એ વૈષ્ણવ માસિકોમાંના એમના લેખથી સમજાય છે.)
સોસાયટી સારૂ તેમણે રત્નેશ્વર અનુવાદિત ભાગવતના ત્રણ સ્ક જે ઉપલબ્ધ છે તે સંપાદન કરવાનું હાથ ધરેલું છે અને તે પુસ્તક આવતે વર્ષે છપાઈ જવા સંભવ છે.
૧૫૩