________________
ગિરિજાશંકર વલ્લભજી આચાર્ય
ગિરિજાશંકર વલ્લભજી આચાર્ય
એઓ જ્ઞાતે વડનગરા નાગર બ્રાહ્મણ અને મૂળ જુનાગઢના વતની છે. એમનો જન્મ જુનાગઢમાં સંવત ૧૯૩૭ના કાર્તિક સુદ ૯ના રોજ થયો હતો.
એમના પિતાશ્રી વલ્લભજી હરિદત્ત આચાર્ય એક સાક્ષર અને પુરાતત્ત્વવિદ્દ તરીકે પ્રસિદ્ધ છે. એમણે રાજકોટ લૅટસન મ્યુઝિયમના કયુરેટર તરીકે કાઠિયાવાડની પુરાતન વસ્તુ–લેખે, સિક્કા વગેરે મેળવી, એ મ્યુઝિયમને બહુ સમૃદ્ધ કરેલું છે અને તેની ખ્યાતિ સ્વર્ગસ્થને આભારી હતી.
એમની માતુશ્રીનું નામ ચતુરલમી હતું. એમનું લગ્ન સં. ૧૯૫૧માં જુનાગઢમાં સૌ. ચંચળલક્ષ્મી બહેન સાથે થયેલું છે.
એએએ પ્રાથમિક કેળવણી જુનાગઢમાં, માધ્યમિક રાજકોટમાં અને કોલેજ શિક્ષણ ગુજરાત કોલેજ-અમદાવાદ-બહાવદીન કૉલેજ-જુનાગઢ, અને એલ્ફીન્સ્ટન કૉલેજ-મુંબાઈ–માં લીધું હતું. તેમણે સન ૧૯૦૭ માં બી. એ. ની ડીગ્રી લીધી હતી અને સન ૧૯૦૯ માં એમ. એ., ની પરીક્ષામાં પાલી પેલીઓગ્રાફીના સવાલ પત્રકમાં પાસ થયા હતા.
હાલમાં તેઓ પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ–મુંબાઈમાં, ર્કોલોજીકલ વિભાગના કયુરેટરના પદે છે.
પ્રાચીન સિક્કા, લેખો વગેરે એમના પ્રિય વિષય છે; અને તેમાં એમના પિતાશ્રી પાસેથી એમણે ઘણું પ્રાપ્ત કર્યું હતું.
સ્વર્ગસ્થ રખાલદાસ બેનરજી, જેમનું નામ મહાન જે ડેરાનાં ખોદકામ સાથે સદા જોડાયેલું રહેશે તેમણે શ્રીયુત આચાર્યના જીવનપર પ્રબળ અસર કરેલી છે.
પ્રકીર્ણ લેખ એમણે જુદાં જુદાં ઈગ્રેજી ગુજરાતી માસિકમાં લખેલાં ઘણું છે.
હમણું શ્રી ફાર્બસ સભા તરફથી બહાર પડેલું એમનું “ગુજરાતના ઐતિહાસિક લેખો ભા. ૧ “નામનું પુસ્તક એમની વિદ્વત્તાને ખ્યાલ આપશે.
:: એમની કૃતિ :: પુસ્તકનું નામ,
પ્રકાશન વર્ષ, ગુજરાતના એતિહાસિક લેખો, ભા. ૧ સન ૧૯૩૩
૧૫૫