________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
ગયે વરસે બાળકાવ્યના સાહિત્યની ગણના કરી નથી; અને હજુ પણ એ ગણવા યોગ્ય શિષ્ટ પંક્તિનું સર્જનતત્ત્વશીલ બન્યું જણાતું નથી. બહુધા અનુકરણના આચ્છાદને એ પોઢેલું છે.
છેદોમાં “પૃથ્વીએ પિતીકું અગ્રપદ સાચવ્યું છે. અનુષ્યભ, ઉપજાતિ વંશસ્થ આદિ પ્રચલિત છંદ પર લખનાર વર્ગની હથેટી સારી બેઠી છે. પણ હવે પછી શું ? એ પ્રશ્ન અનુત્તર છે. ગુલબંકી મર્યાદિત રીતે કામને છે. શ્રી ખબરદાર રચિત છે, વનવેલી, રામ છંદ વગેરે તે તેના કર્તાએ પૂરતા ફળદાયી હશે; પણ પ્રચલિત બની સફળ થયા નથી. કવિશ્રી નાનાલાલનું ડેલન પણ એવું જ. ગેય ઢાળોનું વૈવિધ્યે આવ્યું નથી; તેમ “ફ્રી વર્સ'નું આયોજન પણ લાધ્યું નથી. કવિતાવિકાસના આ પ્રશ્નો ઉકેલવા તરફ લક્ષ દેવું આવશ્યક છે. - ૧૯૩૩ની કવિતા વિચારપ્રધાન રહી છે અને કવિઓનાં સ્વભાવગાન તથા સંસ્કૃતિનું પ્રાકટ્ય એમ ઉભય એમાં સમાધાન પામે છે એ આનંદજનક છે. એમ છતાં કવિતા બહોળા લોકસમુદાય સુધી પૂરી પહોંચી નથી. એમ હોવાનાં કેટલાંક કારણો છે. લોકકેળવણી વધે, જનતા જિજ્ઞાસુ બને અને સાહિત્યપ્રિય થાય ત્યારે જ કવિતા સુવાચ્ય થશે. ઊંચી કવિતા આવી કેળવણી મળ્યા સિવાય કે પ્રજામાં લોકગમ્ય થઈ શકે નહિ; એટલે કવિતાને કે કવિઓને દોષ દેવો હાલ ઉચિત જણાતું નથી.
આપણી વર્તમાન કવિતા અંગ્રેજી કવિતામાંથી પ્રેરણા મેળવે છે એ હકીકત છે. તે પણ ન્યાય ખાતર કહેવું જોઈએ કે એમાં ગુજરાતની સંસ્કૃ. તિના જીવનઆદર્શો પ્રતિબિંબિત થાય છે. કવિતા સ્વદેશી રહી છે એમ જ કહીએ. વળી બીજી ભાષાઓની કવિતામાંથી પિતાને અનુરૂપ બને તેવી છંદ-ભા પરચના, શબ્દાવલિબંધે, લાલિત્યધારાની સમજ વગેરે લેવાની છૂટ દરેક ભાષાને છે. બંગાળી અને જાપાની કવિતાએ અંગ્રેજી સંગીતના ઢાળોનું સુભગ મિશ્રણ કર્યું છે તે કાંઈ ખોટું નથી અને તેથી એ કવિતા અંગ્રેજી કવિતા બની જતી નથી. અને ખરું કહીએ તે કવિતાનું સ્વરૂપ સઘળી ભાષાઓમાં એક અને અદ્વિતીય છે.
કન્યાકેળવણીની સંસ્થાઓમાં ભાષાના સાહિત્યને અને સંગીત, ચિત્ર આદિ કળાઓને પૂરતું સ્થાન છે; પરંતુ સાહિત્યના વિષયમાં તેમજ
૧૧૨