________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
૧૯૩૩ ની કવિતા
-
-
20ો પણ સામાજિક ને રાજકીય પ્રશ્ન હજી થાળે પડયા નથી,
પરંતુ તેઓ બધા ભાવનામાં રંગાઈને કમરત તે થયા છે. એ જ રીતે કવિતા વિષે કહી શકીએ કે ૧૯૩૩ની કવિતા ઉઢેક છોડી દઈ શાન્ત ભાવનામયતા સાધે છે તે સાથે સ્વરૂપ ધારવા માંડે છે. ઉભરે ઓસરી રહ્યા પછીના દૂધની માફક તે પણ શુદ્ધ તથા સત્વશાળી બને છે. કવિતાયુગની નજરે આ કવિતા હજુ ઊછરતી છે, એટલે આજે ભવિષ્ય ભાખીને તેની શક્તિ હણવામાં ડહાપણ નહિ. તે પણ એટલું કહીએ કે ૧૯૩૩ની કવિતા રૂપે. અને ગુણે ગયા વરસના કરતાં ઠીક મટી થઈ છે તેમજ તંદુરસ્તી અને તેજોમયતા મેળવી શકી છે.
ગુજરાતી કવિતા હિંદી કવિતા જેટલી પ્રચાર પામી નથી અને હિંદી પ્રજાને બહુ ઓછો ભાગ ગુજરાતી બોલે છે – છતાં ગુજરાતની ભાષા એ તેની સંસ્કૃતિનું પ્રતીક છે; અને એ પ્રતીક હવે મોળું, શિથિલ કે આરામપ્રિય નહિ, પણ પુરુષાર્થભર્યું અને ચારિત્ર્યશીલ બન્યું છે. ગુજરાતની કવિતા પણ પિતાની ભાષાજનનીની એ અલંકાર-શોભા વારસામાં મેળવે છે.
એક લોકનાં મુકતક, સેનેટ અને ગીત જેવાં ટૂંકાં કાવ્યો, કંઈક લાંબાં કથાકાવ્યો આદિમાં વર્ણનશક્તિની સરળતા સાથે ભાવની માત્રા ભારેભાર છે – એમ છતાં જૂના સાહિત્યમાં જે “બલેડની રચના હતી તે હજુ આવી નથી. એ અને એવા બીજા કવિતાપ્રકારે જે અંગ્રેજી કવિતામાં છે તે ખીલવવા આપણે બાકી રહે છે. કાવ્ય-વિષયનું ક્ષેત્ર વ્યાપક બન્યું છે; અને વિચારબલ સાથે છંદબલ દઢ થયું છે. ઊર્મિગીતની કેટિ અદ્ધર ચઢી જણાતી નથી. કવિતાતત્ત્વ એમાં હળવું ને પાતળું જ પ્રવેશે છે. કવિશ્રી ન્હાનાલાલનાં “લિરિક'ની ટિ હજુ વણપહોંચી રહી છે. કવિતા વિચારપ્રધાન જ હોય એ મંતવ્ય અને સ્ત્રીકવિઓનો અભાવ એ બે આ પરિસ્થિતિનાં મુખ્ય કારણો હોય કદાચ. આ અગેય દશા ઠીક તો નથી જ. રા, ભજન, બાલકાવ્યો આદિ સંઘકવિતા હમેશ અને કેવળ અગેય તે નહિ બની શકે એ વાત ખ્યાલમાં લેવા યોગ્ય છે.
૧૧૦