________________
ગુજરાતી ભાષાના શબ્દકેષ
સંસ્કૃતમાં આવેલા શબ્દોના પર્યાયો આપેલા છે. તેવા સઘળા શબ્દો ઈંગ્લીશ ગુજરાતી ડીક્ષનેરીમાં આવી જવા જોઈએ. આપણા રૂઢિપ્રયોગ તેમજ પર્યાય શબ્દોની સંપૂર્ણ સમજુતિ Synonyms તરીકે આવવી જોઈએ. મિ. શેઠનાના પ્રોસ્પેકટસ પ્રમાણેના દરેક શાખાના શબ્દો આવી જવા જોઈએ તેમજ સંપૂર્ણ ચિત્રોને તેમાં સમાવેશ કરવો જોઈએ. મતલબ વેસ્ટર, સ્ટાન્ડર્ડ, એકસફર્ડ, જવી, સેગ્યુરી અને તેની નામાંકિત ડીક્ષનેરીઓના એકત્રિત ધોરણ ઉપર સારો માટે પ્રમાણભૂત ઇંગ્લીશ-ગુજરાતી કેષ થવો જોઈએ. સરકાર કે સંસ્થા સિવાય અન્યથી આ બને તેવું નથી. પરમાત્મા આપણી ગુજરાતી ભાષામાં આવા એક કોષને ઘણીજ ત્વરાથી ઉમેરો કરે એ ઈચ્છાપૂર્વક આ લેખક આ લેખ પુરે કરે છે.
વિઠ્ઠલરાય ગોવર્ધનપ્રસાદ વ્યાસ