________________
ગુજરાતી ભાષાના શબ્દÈાષ
મિ. એસ્સારેની ડીક્ષનેરી પછી સને ૧૮૯૮ માં ભગુભાઈ ફતેહચંદ કારભારીએ ધી સ્ટુડન્ટસ ગુ. ઈ. ડીક્ષનેરી રૂા. ૩-૮-૦ની કિંમતથી વિદ્યાર્થી વર્ગને ઉપયોગી થઈ પડે અને એછી કિંમતે મળી શકે તે હેતુથી બહાર પાડી હતી.
ત્યારપછી એટલે સને ૧૮૯૮ થી સને ૧૯૨૫ ના ગાળામાં કેટલીક પેાકેટ ડીક્ષનેરીએ સામાન્ય જનતા અને વિદ્યાર્થી વર્ગ માટે બહાર પડેલી છે. અને તે સધળુ વિગતવાર આ સાથે સામેલ રાખેલા “ગુજરાતીઈંગ્રેજી શબ્દ કોષો પ્રસિદ્ધ થયાની સાલવાર તેાંધ’” નામના પરિશિષ્ટમાં આપેલ છે.
ત્યારપછી આવી ડીક્ષનેરી અત્યાર સુધીના સુધારા વધારા સાથે ઈંગ્રેજી ડીક્ષનેરીએની પદ્ધતિસર તૈયાર કરાવવાની આવશ્યકતા વડેાદરાના બુકસેલર એમ. સી. કાટારીને જણાઈ અને તેમણે આપણા સાહિત્ય ક્ષેત્રમાં જાણીતા મિ. ભાનુસુખરામ નિર્ગુણુરામ મહેતા તથા તેમના ચી. ભરતરામ ભાનુસુખરામ મહેતા પાસે તૈયાર કરાવરાવી ક્રાઉન આઠ પેજી, ૧૬૧૦ પૃષ્ટની, રૂા. ૧૫-૦-૦ ની કિંમતથી સને ૧૯૨૫ માં બહાર પાડી. અત્યાર સુધીની બહાર પડેલી ગુજરાતી-ઈંગ્રેજી ડીક્ષનેરીએમાં આ સૌથી શ્રેષ્ટ છે. સાહિત્ય પ્રેમીએ આશા રાખી શકે છે કે સદરની બીજી આવૃત્તિ ઘણા સુધારા વધારા સાથે તેમજ ભાષામાં દાખલ થયેલા નવિન શબ્દોને ઉમેરા કરીને તથા પર્યાય શબ્દોના બરાબર બંધ બેસતા ઈંગ્રેજી શબ્દો અને તેના વિવેચન અને ઉદાહરણ સાથે ઇંગ્રેજી Synonyms ના ધેારણ ઉપર સામેલ કરી તેમજ બીજા ઉપયોગી પિરિશટે સિહત બહાર પાડી જણાતી ખામી દૂર કરશે.
૪. ઇંગ્લીશ-ગુજરાતી કાષા
ઈંગ્રેજ લેાકેાના આ દેશમાં આવાગમન અને તેમની સત્તાના સ્થાપન પછી તેમની ભાષા જાણવાની આવશ્યકતા જણાય એ સ્વાભાવિક છે; તે પ્રમાણે આપણી ગુજરાતી ભાષામાં પણ તેમની ભાષાના શબ્દો સમજાવવા માટે સૌથી પ્રથમ પ્રયત્ન સને ૧૮૦૮ ની સાલમાં થયેલા જણાય છે. વેપાર રાજગાર, ધંધાદારી કેળવણી તેમજ છાપખાના વિષેરેની નવીન પ્રથાઓમાં પારસી કેમ સાહસ ખેડવામાં હંમેશાં પ્રથમ ભાગ
૮૫