________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ધં
નત લીધી છે; અને ગુજરાતી ભાષામાં એક સારી પ્રમાણભૂત અને– વિદ્વતાપૂર્ણ ડીક્ષનેરી મુકી છે. તેને માટે ગુજરાત તેમનું આભારી રહેશેજ. પરંતુ અત્રે લેખકથી એક ઉલ્લેખ કર્યો વગર રહેવાતું નથી. ગમે તેવું સારૂં ઇંગ્રેજી જાણનાર દેશી એક વિદ્વાન ઈં ગ્રેજ ભાષાશાસ્ત્રી જેટલી નિપુણતા ન ધરાવે અને ભાષાના રૂઢિપ્રયોગેા સંપૂર્ણ ભાવામાં ન ગ્રહણ કરી શકે એ જેટલું સ્વાભાવિક છે, તેટલું જ ગમે તેવેા ગુજરાતી ભાષાના જાણકાર એક દક્ષિણી, બંગાળી કે પંજાખી ગુજરાતી ભાષાના રૂઢિપ્રયોગો કિવા ખાંચખુચ ન સમજી શકે તે પણ સ્વાભાવિક છે. ગુજરાતમાં ઘણા વર્ષથી રહેતા અને ગુજરાતીઓના સારા સંસર્ગમાં આવતા ધણા દક્ષિણીએને “હું ચાપડી લાવી ધ્રુ” અગર “મેં ચોપડી લાવી છે' એવા ખોટા પ્રયેગા કરતા સાંભળ્યા છે. તે તેમની ભાષાના પ્રયોગો કે શબ્દના અર્થો પ્રમાણે આપણી ભાષાના પ્રયેાગ કે અર્થી સ્વાભાવિક રીતે કર્યે જાય છે. મિ. એસ્સાર પણ એક દક્ષિણી હાવાથી તેવા સસામાન્ય નિયમમાંથી ખાતલ થઈ શકયા નથી. કેટલીક જગાએ મિ. બેસારથી પણ ડીક્ષનેરીમાં તેવાં સ્ખલન થઈ ગયાં છે. માત્ર એક નિર્વિવાદ ઉદાહરણ અત્રે આપ્યું છે. કોઇ પ્રસંગે લેખકને “કાંતવું” શબ્દ ડીક્ષનેરીમાં જોવાની જરૂર પડી, ત્યારે તેમાં કાંત્યુ પીંખ્યું કર્યું કપાસ” એ રૂઢિપ્રયોગનું ઇંગ્લીશ તેમાં “Well thrashed cotton” જોયું; મરાઠીમાં કાપુસના અ` રૂ થાય છે. એટલે તેમણે કાંતેલું, પીજેલું રૂ તેવા. અથ કરીને તેનું ઇંગ્લીશ મુકયું. આવી ભૂલ એક દક્ષિણી કરી શકે એ સ્વાભાવિક છે. સામાન્યરીતે એક એવી માન્યતા રહેલીછે કે અમુક ભાઇએ લખેલા કે તૈયાર કરેલામાં ભૂલ હોય જ નિહ. પરંતુ આપણે ભૂલવું ન જોઈ એ કે ‘‘મનુષ્યાઃ વનણશીહા '' માણસ માત્ર ભૂલને પાત્ર છે. રા. ભાનુસુખરામ નિર્ગુણુરામ મહેતાએ ત્યારપછી ગુજરાતી– ઈં ગ્રેજી કાષ વધારે માટા અને વધારે સારા પ્રકટ કરાવ્યા છે. તેમાં પણ પૂર્વોકત નિયમાનુસારી એજ અર્થ કાયમ રહી ગયા છે. લેખકને ફરીથી લખવું પડે છે કે મિ. એલ્સારેએ આ ડીક્ષનેરી તૈયાર કરવામાં અને તેની ખી આવૃત્તિ સુધારી વધારી બહાર પાડવામાં ઘણીજ જહેમત ઉઠાવી છે અને ઘણા સારા શ્રમ લીધો છે. તે માટે ગુજરાતી સાહિત્ય તેમનુ ઋણીજ છે. સદરની બીજી આવૃત્તિમાં તેએશ્રીએ ધણાજ સુધારા વધારા કર્યાં છે. કેટલીક ખામીએ પણ પુરી પાડી છે. અને તે સને ૧૯૦૪ માં બહાર પડી છે. તેને ત્રીજી આવૃત્તિ સને ૧૯૨૭ માં પ્રકટ થઈ છે.
૮૪