________________
ગ્રંથ અને ગ્રંથકાર : ૫
-
=
(૪) અમરકેષ નામ લિંગાનું શાસન –ગુજરાતીમાં વિવેચન કરનાર ધર્મચંદ કેવળચંદ ખડોલ. સુપર રોયલ ૧૬ પેજ પૃષ્ઠ ૩૪૪+૧૪૮ મૂલ્ય રૂા. ૨-૦-૦ સને ૧૯૧૧ ગુ. પ્રી. પ્રેસ-મુંબાઈ મૂળ સંસ્કૃત અમરકેષ તેની ટીકા અને પાછળ સંસ્કૃત શબ્દાનુક્રમણિકા આપેલી હોવાથી સંસ્કૃત જે શબ્દ જે હોય તેનું આપેલું પૃષ્ટ જેવાથી અર્થ જાણી શકાય છે.
(૫) શબ્દાર્થ સંસ્કૃત-ગુજરાતી-કર્તા શાસ્ત્રી ગિરિજાશંકર મયાશંકર મહેતા સને ૧૯૩૦ બે ભાગમાં. પ્રથમ ભાગ ના સૂધી પૃષ્ટ ૮૪૦ અને બીજો ભાગ પુરે. પૃષ્ટ ૭૮૪.
૩, ગુજરાતી ઈંગ્લીશ શબ્દકે :જ્યાં જ્યાં રાજ્યપરિવર્તન થાય છે અને રાજ્યકરતી પ્રજા અન્ય દેશની હોય છે, ત્યાં ત્યાં રાજ્યકર્તી પ્રજાની ભાષાની માહિતી આવશ્યક હોય છે. તેમાં મુખ્યત્વે આપણી ભાષાના શબ્દો તેમની ભાષામાં કિયા શબ્દોથી બરાબર યેજી શકાય તે જાણવાની અગવડ વધારે પડે છે. અને તેને માટે જોઇતાં સાધને નાના મેટા પ્રમાણમાં વખતોવખત પુરાં પાડનાર સેવાભાવી સગ્રુહસ્થ નીકળી આવે છે. આપણે ત્યાં પણ ઈગ્રેજ સરકારના આવાગમન પછી અને કેળવણી ખાતાને પાયો નંખાયા પછી, તેવી અગવડે દૂર કરવાને ગુજરાતી ઈગ્રેજી ડીક્ષનેરી માટે સૌથી પ્રથમ પ્રયાસ સને ૧૮૪૬માં મેસર્સ મીરજ મહમદ કાસીમ તથા નવરોજજી ફરદુનજીએ કરેલો જણાય છે. સુરતના રહીશ અને તે વખતના નામાંકિત પાંચ દદ્દામાંના એક માસ્તર દલપતરામ ભગુભાઈની હસ્તલિખિત પ્રત ઉપરથી સદર ડીક્ષનેરી સુધારાવધારા સાથે ૧૫૦૦૦ શબ્દોની બહાર પાડવામાં આવી હતી. ત્યારપછી સને ૧૮૬૨માં સુધારાના અગ્રણી અને જેમની હાલમાં શતાબ્દી ઉજવાઈ તે રા. કરસનદાસ મુળજીએ પેકેટ ડીક્ષનેરી બહાર પાડી હતી. સને ૧૮૬૮માં તેની બીજી આવૃત્તિ પણ નીકળી હતી. સને ૧૮૬૩માં મી. શાપુરજી એદલજીએ તેવીજ ડીક્ષનેરી બહાર પાડી હતી અને તેની પણ બીજી આવૃત્તિ સને ૧૮૬૮માં નીકળી હતી. ત્યારપછી સને ૧૮૭૪માં ઉકરડાભાઈ શિવ. છએ જુદા જુદા વિષયવાર કક્કાવારીથી ડિક્ષનેરી બહાર પાડી હતી. તેજ વર્ષમાં રા. શિવશંકર કસનજી તથા એ. કે. બા. તરફથી ગુજરાતી-ગુજ
૮૨