________________
ગુજરાતી ભાષાના શબ્દોષ
ઉત્તમ ડિક્ષનેરી તે થઈ પડત. આ લેખક પાસે તે પ્રાપેકટસ બીસ્માર હાલતમાં છે, અને તેનું ચિત્ર અહિં રજુ કર્યું છે. તે પ્રયાસ કેવો હતો, કિયા કિયા વિષયો લેવાયા હતા અને તે કોને કોને સંપાયા હતા તેને
ખ્યાલ એ પરથી કંઈક આવશે. હજુ આવા ઈગ્રેજી-ગુજરાતી કેષની પણ આપણે ત્યાં ખામી જ છે.
(૨) સંસ્કૃત-ગુજરાતી શબ્દકોષ:આપણી ભાષાને સંસ્કૃત સાથે મા દીકરીને સંબંધ છે. અને સંસ્કૃતનું વાચન પરાપૂર્વથી ભાગવત-ગીતા-ઉપનિષદ-પુરાણોદ્વારા ગુજરાતમાં ચાલતું જ આવેલું છે. અંગ્રેજી અમલમાં કેળવણીને પાયો નંખાયો ત્યારે પણ સંસ્કૃતના અભ્યાસને વિસારી દેવામાં આવ્યા ન હતા, તેથી સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થને માટે પડતી મુશ્કેલી દૂર કરવા માટે સરકારી વિદ્યા ખાતાએ પણ સગવડ કરી હતી. ત્યારપછી ભાષામાં સંસ્કૃતના જ ગુજરાતી કોષો પણ પ્રકટ થયા છે તે નીચેની હકીકતથી સમજાશે.
(૧) હિતોપદેશ શબ્દાર્થ:-સરકારી વિદ્યાખાતાએ રા. રણછોડભાઈ ઉદયરામ તથા શાસ્ત્રી વરજલાલ કાળીદાસ પાસે હિતોપદેશમાં આવેલા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ તૈયાર કરાવેલા તે શબ્દાર્થ સને ૧૮૬૪ માં અમદાવાદમાં છગનલાલ મગનલાલના શિલાપ્રેસમાં છપાયે હતા. સુપર રોયલ આઠ પિજી ૧૭૫ પૃષ્ઠ.
. (૨) સંસ્કૃત ગુજરાતી ડીક્ષનેરી – સને ૧૮૭૧ માં એશિયાટિક પ્રેસ મુંબાઈમાં છપાઈ હતી. કર્તા બાજીરાવ તાત્યારાવજી રણજીત–શુદ્ધ કરનાર કવીશ્વર શંકરલાલ માહેશ્વર.
(૩) શબ્દ ચિંતામણિ –(સંસ્કૃત-ગુજરાતી શબ્દકોષ) યજક સવાઈલાલ વિ. છોટાલાલ વહોરા–ભાવનગર. પ્રકાશક દોલતરામ મગનલાલ શાહ-વડોદરા-સને ૧૯૦૦. કિંમત રૂા. ૧૨-૦-૦ સુપર રોયલ આઠ પેજ પૃષ્ટ ૧૪૦૮. આ કેષમાં વહેવારમાં રૂઢ થએલા કેટલાક મુખ્ય શબ્દો સિવાય પારિભાષિક શબ્દો લીધા નથી. તે સિવાયના સંસ્કૃત શબ્દો લીધા છે. શબ્દ પછી શાસ્ત્રીય રીતે વ્યુત્પત્તિ આપી છે. વ્યુત્પત્તિ પછી શબ્દોનાં જાતિ આદિ લક્ષણે આપ્યાં છે. ધાતુઓના ગણાદિ લક્ષણો આપ્યાં છે. સમાસોનો વિગ્રહ કરવામાં આવ્યું છે. સ્થળે સ્થળે પ્રમાણભૂત ગ્રંથમાંથી અર્થસ્પષ્ટીકરણ માટે અવતરણો આપ્યાં છે.