________________
ગ્રંથ અને ગ્રંથકીર પુ. ૨
લે છે. તે પ્રમાણે છાપખાના અને વર્તમાનપત્રને પ્રથમારંભ પારસી ગૃહસ્થો તરફથીજ થયેલો હતો. તે અરસામાં સને ૧૮૦૮ ની સાલમાં પ્રથમ ઈગ્લીશ-ગુજરાતી ડીક્ષનેરી તે વખતે ચાલુ વપરાશમાં આવતા જુદા જુદા ખાતાઓના શબદોની ડીક્ષનેરી “A Vocabulary-English and Gujarati” એ નામથી મુંબઈ સમાચાર પ્રેસમાં ડેમી આઠ પિજી ૧૮૦ પૃષ્ટની છપાઈ હતી. સને ૧૮૦૦ માં કલકત્તામાં ઈંગ્લીશબંગાળી ડીક્ષનેરી બહાર પડેલી અને જેની ચાર આવૃત્તિ થઈ હતી તે ઉપરથી સદર ડિક્ષનેરી તૈયાર કરવામાં આવી હતી. તે અરસામાં આટલી નાની ડીક્ષનેરી કામચલાઉ સારી ગણાઈ હશે. કેમકે ત્યાર પછી લગભગ ૫૦ વર્ષના ગાળામાં બીજી કઈ ડીક્ષનેરી બહાર પડેલી લેખકના જોવામાં કે જાણવામાં નથી. પરંતુ જેમ જેમ અંગ્રેજી ભાષાનો અભ્યાસ વધત ગયે અને કેળવણીનો પ્રચાર થતો ગયો તેમ તેમ સારી ડીક્ષનેરીની આવશ્યકતા એ ક્ષેત્રમાં જણાઈ છે. સને ૧૮૫૪ માં રે. મિ રોબર્ટસને એક ડીક્ષનેરી બહાર પાડી હતી. સદર ડીક્ષનેરી સંબંધમાં તપાસ કરતાં લેખકને તેની જુની પ્રત પણ મળી શકી નથી એટલે એ સંબંધમાં વધુ વિગત આપવાને કાંઈ પણ બીજું સાધન નથી. પરંતુ ત્યાર પછી ટુંકા ગાળામાંજ વધારે સારું સાધન પુરૂ પાડવાની ધગશ મિ. અરદેશર ફરામજી મુસ તથા નાનાભાઈ રૂસ્તમજી રાણીનામાં ઉત્પન્ન થયેલી દષ્ટિ ગોચર થાય છે. તે કામ તેમણે સને ૧૮૫૧ થી શરૂ કરેલું સમજાય છે. તેમણે ઉપાડેલું કાર્ય સંગીન અને સારા પાયા ઉપરનું હોવાથી અને તે એકદમ પુરૂ થઈ શકવાનો સંભવ નહિં હોવાથી તેઓએ તે વિભાગોમાં બહાર પાડવાનો નિશ્ચય કર્યો જણાય છે. તે પ્રમાણે તેમણે “The Comprehensive English-Gujarati Dictionary” (મોટો કષ) એ મથાળાથી પ્રથમ વિભાગ A અને B શબ્દને સને ૧૮૫૭ માં બહાર પાડયો હતો. સદરને બીજે, ત્રીજો અને ચોથે ભાગ ઉપરાઉપરી એક પછી એક Honor શબ્દ સુધીના સને ૧૮૬૧ સુધીમાં બહાર પાડ્યા. આવા મોટા કામમાં ખંત, હિમ્મત અને સાહસ હોવા છતાં જે મુખ્ય મુશીબત નાણાંની નડે છે તેજ મુશીબતને લીધે ૧૧ વર્ષ સુધી તેમને આ કામ મુલતવી રાખવું પડયું જણાય છે. અનુકૂળતા થયે પાંચમો ભાગ સને ૧૮૭૨ માં બહાર પાડ્યો હતો. સને ૧૮૯૫ સુધી મિ. મુસ અને મિ. રાણીના સાથે જ કામ કરતા હતા. સને ૧૮૯૫ માં