________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
પ્રાચીન કાવ્યનાં પ્રકાશનમાં ત્રણ પુસ્તકો વિશેષ ધ્યાન ખેંચે છે, બે શ્રી ફોર્બસ સભાએ પ્રકટ કરેલાં અને એક સાયટીએ છપાવેલું, “રસિક વલ્લભ', પૃ. જેઠાલાલ શાહ સંપાદિત.
કવિ કેશવરામકૃત કૃષ્ણલીલા ચરિત્ર સં. ૧૫૨૬માં રચાયું હતું, એટલાં જુનાં ગુજરાતી કાવ્યો બહુ થોડાં મળી આવેલાં છે; એ રીતે તેનું કેટલુંક મહત્વ છે, તેની સાથે ગુજરાતમાં ભક્તિસંપ્રદાયનો પ્રચાર ક્યારે થયો હતો અને કેવો જામ્યું હતું તેને નિર્ણય કરવામાં પણ તે ઉપયોગી થઈ પડે એમ છે. એ પ્રશ્નને પ્રસ્તુત કાવ્યની પ્રસ્તાવનામાં શ્રીયુત નટવરલાલે વિદ્વત્તાપૂર્વક ચર્ચા છે. અને તે લેખ જેમ અભ્યાસ પૂર્ણ તેમ મનનીય માલુમ પડશે. તેના અનુસંધાનમાં “ગુજરાતી”ના શ્રી કૃષ્ણાંકમાં બિવમંગળ ઉફે લીલાશુક વિષે એમણે લખેલો લેખ પણ વાંચવા જેવો છે. સદરહુ કાવ્યનું સંપાદન કાર્ય એ વિષયમાં સિદ્ધહસ્ત જાણીતા સાક્ષર શ્રીયુત અંબાલાલ જાનીએ કર્યું છે. એ નામ માત્ર તેનાં સંપાદન કામની સરસતા માટે બસ છે.
આપણા મહાન કાવ્યગ્રંથ મહાભારત અને રામાયણના દેશી ભાષામાં અનુવાદ સર્વ પ્રાંતમાં સોળમા સત્તરમા સૈકામાં તૈયાર થયેલા જોવામાં આવે છે.
એ પુસ્તકનું વાંચન અને અધ્યયન હાલમાં કમી થયેલું છે તે પણ પ્રાચીન સાહિત્યના અભ્યાસ સારું અને તેને વિકાસ ક્રમ સમજવાને જુના કવિઓનાં એ પુસ્તકે પ્રસિદ્ધ થવા પામે એ આવશ્યક છે.
આખું મહાભારત એકજ કવિએ રચેલું હજુ મળેલું નથી, તેથી ભિન્ન ભિન્ન લેખકોએ રચેલાં જુદા જુદા પર્વોને સંકલિત કરી, એ પુસ્તક સમગ્ર ઉપજાવી કાઢવું રહ્યું. શ્રી ફેર્બસ સભાએ મહાભારતનું પ્રકાશન કાર્ય ઉપાડી લીધું છે, એ ખુશી થવા જેવું છે, અને તેમને એ કામને યોગ્ય સંપાદક, મળ્યા છે, એમ પહેલું પુસ્તક મહાભારતનું “આદિપર્વ અને સભાપર્વનું સંપાદન કામ જોતાં કોઈપણ સાહિત્ય અભ્યાસી કહી શકશે. સંસ્કૃતના તેઓ સારા જ્ઞાતા છે તેમ જુના ગુજરાતી સાહિત્યનું વાચન અને અભ્યાસ પણ તેમનો બહળે છે.
પહેલા ગ્રંથમાં હરિદાસકૃત આદિપર્વ અને વિષ્ણુદાસ વિરચિત સભાપર્વ, એ બે પર્વોને સમાવેશ કરવામાં આવ્યું છે. તેનું સંશોધન જુદી જીદી મળી આવેલી પ્રત પરથી શ્રીયુત કેશવરામ શાસ્ત્રીએ કાળજીપૂર્વક અને
૩૮