________________
ગુજરાતી ભાષાના શબ્દકોષ
ભાષામાં સ્વાભાવિક રીતે એવા દાખલ થઈ ગયેલા છે કે ગુજરાતના ઉંડાણના ભાગમાં પણ ધણા ઈંગ્રેજી શબ્દો વપરાતા થઇ ગયા છે. મુસલમાની રાજ્યના સમયમાં જેમ કારશી-ઉર્દુ શબ્દો ભાષામાં દાખલ થઈ ગયા તેમ આ શબ્દો પણ આપણી ભાષામાં દાખલ થયા છે અને થતા જાય છે. એવા સઘળા શબ્દોને કોષમાં સ્થાન મળવું જોઇએ. શ્રી ગાંડળ નરેશને કોષ તૈયાર થાય છે, થોડાક ભાગ છપાયા છે અને બીજો છપાતા જાય છે. તેમાં અત્યારસુધી વપરાતા સઘળા શબ્દોને સમાવેશ થઈ જશે, તેમ આપણે ઘડીભર માનીએ તે પણ ખામી રહેવાની; ભાષાની પ્રગતિમાન અવસ્થામાં નિવનતા વધતી જ જવાની અને તેને જે કોઈપણ પહેાંચી વળે તે ગુ. વ. સેસાઈટી કે ગુ. ફ઼ાસ સભા. ઈંગ્રેજી ભાષાને મૂળ કોષ ડા. જ્યેાન્સને સને ૧૭૫૫ માં તૈયાર કર્યો ત્યારે તેમાં ૫૮૦૦૦ શબ્દો હતા અને તે શબ્દો તે વખતે સારા પ્રમાણમાં લેખાતા હતા. ત્યારપછી વેબસ્ટરની પહેલી આવૃત્તિ સને ૧૮૨૮ માં થઇ તેમાં ૭૦૦૦૦ શબ્દો હતા. સને ૧૮૬૪ માં સદરની unabriged edition-અસંક્ષિપ્ત આવૃત્તિ બહાર પડી તેમાં ૧૧૪૦૦૦ શબ્દો હતા. સને ૧૮૭૦ માં તેના પાછા વધારા બહાર પડયા હતા. વેબસ્ટરની ઈન્ટરનેશનલ ડીક્ષનેરી સને ૧૮૯૦ માં બહાર પડી તેમાં ૧૭૫૦૦૦ શબ્દો હતા. તેમાં પાછા વધારા સને ૧૯૦૦ માં થયેા. સને ૧૯૩૨ માં ન્યુ ઈન્ટરનેશનલ ડીક્ષનેરી ( વેબસ્ટર ) નીકળી તેમાં ૪૫૨૦૦૦ શબ્દો છે. અને તેમાં પણ વધારા સાથેને સાથે નિકળ્યા છે. એકડ ડીક્ષનેરીમાં લગભગ ૫૦૦૦૦૦ શબ્દો છે. અને તેમ છતાં ત્યાં ડીક્ષનેરી ઉપરાઉપરી નીકળતી જાય છે. આપણી ગુજરાતી ભાષામાં આટલા શબ્દો થવાને તે ઘણાં વર્ષો જોઇએ. પરંતુ કિવ ન દાશંકરના પ્રથમ કોષના ૨૫૦૦૦ શબ્દોથી છેલ્લા વિદ્યા પીઠના કોષમાં ૪૬૦૦૦ ઉપરાંત શબ્દો થયા છે. બ્રિટીશ એન્સાઈકલાપીડીયાની એક નિયમ તિરકે દશ દશ વર્ષે નવિન આવૃત્તિ સુધારાવધારા સાથે નિકળ્યાજ કરે છે. આપણે ત્યાં એક સંસ્થા સિવાય આવું મહાભારત કા કાઇ કરી શકે નહિ. એક સારા ભાષાપ્રવીણ સારા પગારથી રાખવા જોઇએ. નવિન પુસ્તકા વાંચીને નવિન શબ્દો અગર નિવન અના શબ્દોની નોંધ લે એટલુંજ કા કરે. સારા લેખો ઇંગ્રેજી શબ્દોના જે પર્યાય યારે તે જો આપણા કોષમાં ન હેાય તે તેની પણ નેાંધ કરે. અને અમુક અમુક મુદતે આ શબ્દો એક વધારે તરિકે બહાર પડે. ગુ. વ. સેાસાયટીએ
७७