________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
આપણી પરિસ્થિતિ જોતાં એક શંકાનું જ સ્થાન રહે છે. ઘણા વર્ષથી જે શબ્દ કેવળ પ્રચલિત અને યોગ્ય હોય તેવા શબ્દોને પણ અન્ય શબ્દથી સંબોધવાને કેટલાક પ્રેરાય છે. (આ એક દાખલો અસ્થાને નહિ ગણાય. સાઈકોલેજીને માટે ઘણા ખરા વિદ્વાનોએ માનસશાસ્ત્ર શબ્દ વાપરેલો છે. અને ઘણું વખતથી તેજ શબ્દ ભાષામાં પ્રચલિત છે. હમણાં જ તેને માટે ચિત્તશાસ્ત્ર એક ભાષણકારે વાપર્યો છે. સાઈકલેજીના ગુજરાતી અર્થ તરિકે માનસશાસ્ત્રમાં શી ન્યૂનાધિકતા હતી કે ચિત્તશાસ્ત્ર શબ્દથી શું વિશેષતા કે અર્થપરિપૂર્ણતા આવી તે જે જણાવ્યું હોત તો પણ એ શબ્દપ્રયોગ સાર્થક હતો.) વળી કેટલાંક ભાષાન્તરે બંગાળી તેમજ હિંદીમાંથી ગુજરાતીમાં થાય છે. તેમાં તે ભાષાઓમાં પ્રચલિત અમુક અર્થના શબ્દો આપણી ભાષામાં લઈ લેવામાં આવે છે. એજ શબ્દ આપણું ગુજરાતી ભાષામાં ચાલુ હોય પરંતુ તેના અર્થ બીજા જ થતા હોય તેવા પણ નવિન અર્થમાં વપરાય છે. ચેષ્ટા શબ્દ નવિન સાહિત્યમાં “કાર્ય” “કામ” “વર્તન” “ પ્રયત્ન” એ ભાવાર્થમાં બંગાળીમાંથી લેવાય છે. વિદ્યાપીઠ પહેલાંના કોઇપણ કેષમાં આ અર્થ આપેલ નથી. એવા શબ્દો પણ ભાષામાં ઉમેરાતા જાય છે. વળી સંસ્કૃતમાંથી પણ નવિન શબ્દને વધારો થતો જ જાય છે. ગુજરાતી તળબદી ભાષાના શબ્દને ગ્રામ્ય શબ્દો સમજી તેમાં પોતાના વિચારો
જણાવવાની ઈચ્છા જ નહોય, શક્તિ ન હોય કે તેવી ભાષાને પિતાના એક - લેખમાં વાપરવી તે એક પ્રકારનું પિતાનું નિકૃષ્ટપણે જણાતું હોય, કિંવા સંસ્કૃતમાં ગુજરાતી લખવી એજ આવશ્યક, શ્રેયસ્કર અને ભાષાની ઉન્નતિકારક માનતા હોય તેમ કેટલાક લેખકે ભાષામાં ચાલુ શબ્દો હોય તે છતાં પણ કેવળ સંસ્કૃત શબ્દો જાણે શોધી શોધીને વાપરતા જણાય છે. આપણી ભાષામાં “લગામ” શબ્દ ચાલુ છે. તે છતાં તેને બદલે “વલ્ગના” શબ્દ વપરાએલો આ લેખકના વાંચવામાં છે. ભાષાની વૃદ્ધિને માટે આવા નવિન શબ્દોને વપરાશ ઈષ્ટ છે કે અનિષ્ટ છે, તે વિવાદાસ્પદ વિષય છે. પરંતુ કોર્ષમાં તો ગુજરાતી ભાષામાં તેવી વપરાએલા અને વપરાતા શબ્દોને સ્થાન મળવું જ જોઈએ એ વાત વિવાદાસ્પદ નથી. તેવા ઘણા શબ્દોને હજી સુધી સ્થાન મળ્યું નથી એટલું જ નહીં પરંતુ આપણા સાહિત્યમાં અત્યારે ખુદ સોસાયટીના જ પ્રકાશનોમાં વપરાતા કેટલાક શબ્દ પણ હાલના કષામાં નથી. વળી રાજ્યકર્તા પ્રજાના અસંખ્ય શબ્દો આપણી