________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
આ યાદિ તૈયાર કરવામાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની લાયબ્રેરીને લેખકે છૂટથી ઉપયોગ કર્યો છે. અને આ યાદિનો મૂળ આધાર પણ એજ લાયબ્રેરી છે એમ કહું તે કંઈ ખોટું નથી. કેટલાક ડીક્ષનેરી પ્રકટકરનારાઓને તેમના પ્રકાશનોની વિગતવાર યાદિ પુરી પાડવા માટે મેં બે ત્રણ કે ચાર વખત લખ્યું પણ હતું. જેઓ તરફથી મને માહિતી પુરી પાડવામાં આવી છે તેમજ જેમણે પુરી ન પાડી તેમના સંબંધમાં મને મળી આવી તે સઘળી અત્રે દાખલ કરી છે. તે છતાં કેઈના કોષની હકીકત રહી ગઈ હોય તો તેને માટે તેઓશ્રી દરગુજર કરતાં તે હકીકત સોસાયટીને પુરી પાડશે તે યથાસમયે તેનો ઉપયોગ થશે. જે પ્રકાશકને લખવા છતાં તેમના તરફથી કાંઈ હકીકત ન મોકલાઈ હોય અને આ લેખકની માહિતી બહાર હોવાથી તેને સમાવેશ આમાં ન થયો હોય તે તેમાં તેઓશ્રીને પ્રમાદજ કારણભૂત હશે.
“ગુજરાતી ભાષાના કે” તેમાં (૧) “ગુજરાતી-ગુજરાતી તથા અરબી અને ફારસી ગુજરાતી” (૨) “સંસ્કૃત-ગુજરાતી” (૩) “ગુજરાતી ઈગ્લીશ” અને (૪) ઈગ્લીશ-ગુજરાતી એટલા કેષોનો સમાવેશ કર્યો છે.
ગુજરાતી-ગુજરાતી ૧. નર્મકોષ
આપણી ભાષાની વાંચનમાળાઓ શરૂ થઈ, ત્યારથી કઠણ શબ્દોના અર્થ તે વખતનાં પુસ્તકમાં આપવામાં આવતા હતા. પરંતુ જેને યથાર્થ કોષ કહી શકીએ તે કોષ આપણી ગુજરાતી ભાષામાં નહતે. આપણા સ્વદેશ પ્રેમી, પ્રેમશૌર્યના પાઠ આપનાર, સુધારાના સાથી, જનતામાં ગદ્ય વાંચનની અભિરૂચિ ઉત્પન્ન કરનાર, ખરું કહીએ તો ગુજરાતી ભાષાનું ગદ્ય સ્વરૂપ ઘડનાર, યુવાનીમાં યાહોમની દાંડી પીટનાર, અને ગુણવંતી ગુજરાતના શ્રેયનાજ ધ્યેયવાળા કવિ નર્મદાશંકરેજ તે મહત્વની ખોટ પુરી પાડવાનું બીડું ઝડપ્યું હતું. ઘણી વખત કહેવાઈ-લખાઈ ગયું છે તેમ ઈ ગ્રેજી ભાષાના આદ્ય કષકાર જેમ ડો. જોન્સન છે તેમ આપણી ગુજરાતી ભાષાના આદ્ય કોષકાર કવિ નર્મદાશંકર છે. મી. જેન્સન કરતાં પણ કવિશ્રીએ આરંભેલું કાર્ય વધારે ગહન, વધારે કપરૂ અને સખત કસોટી