________________
સન ૧૯૭૩ ના સાહિત્ય પ્રવાહે
ઝીણવટથી કયું છે; એટલું જ નહિ પણ કવિના સમય નિર્ણિત કરતા એક અભ્યાસપૂર્ણ ઉપેદ્ઘાત લખ્યા છે, તે એ વિષયના જિજ્ઞાસુને ઉપયાગી થશે.
સાહિત્ય ગ્રંથામાંના કેટલાક અગત્યના ગ્રંથાને ઉપર ઉલ્લેખ થઈ ગયેા છે. તેમાં શ્રીયુત વિજયરાયનું “ ખુશ્કી અને તરી” ખાસ વાંચવા જેવું પુસ્તક છે. એ પ્રવાસ નોંધ છે, પણ એમાં એકલું વર્ણન જ નથી; તે નોંધપાથી છે, તેમ છતાં તે નીરસ વિગતાથી ભરી નથી. પરંતુ પ્રવાસ દરમિયાન અને જે તે સ્થળે એમણે મુકામ કર્યો ત્યાં એક સંસ્કારી મગજપર જુદા જુદા વાતાવરણમાં અને પ્રસંગેામાં મૂકાતા જે લાગણી અનુભવેલી, તેનું રસિક બ્યાન, વચમાં વચમાં મર્માળા વાક્યા અને મનનીય વિચારની છાંટવાળું કર્યું છે તે આપણને આનંદદાયક થઈ પડે છે, અને તે વાંચતાં તૃપ્તિ થતી નથી.
વર્ષોંના એક ઉત્તમ પુસ્તક તરીકે ગણી શકાય એવું શ્રીયુત મેાહનલાલ દલીચંદ રચિત જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ '' છે.
66
જૈન કવિએની સૂચી બે ભાગમાં પુષ્કળ પરિશ્રમ ઉઠાવીને એમણે યેાજેલી છે, તેના પ્રવેશક તરીકે આ પુસ્તક લખાયું છે; અને ઉપરાક્ત સૂચીના જેવું તે દળદાર પુસ્તક છે; અને તેમાંની માહિતી જેમ વિસ્તૃત તેમ સંગીન માલુમ પડશે.
એ પુસ્તકની સમાલેાચના, એક જુદા લેખ રૂપે લેવાવીધટે છે; તે કાર્ય અમે અવકાશે હાથ ધરીશું, પણ હાલ તુરત વાચકબંધુનું તે પ્રતિ ધ્યાન દોરીને સંતોષ માનીએ છીએ; અને શ્રીયુત મેાહનલાલભાઈ એ આવી કિંમતી સાહિત્યસેવા કરવા માટે મુબારકબાદી આપીએ છીએ.
આહ્લાદક અને
સરિતાના પ્રવાહ એ કાંઠે રેલાતા અને વેગવંત, સ્ફૂર્તિદાયક નિવડે છે, તેમ સન ૧૯૩૩ના સાહિત્ય પ્રવાહ ઉપર જે મુખ્ય મુખ્ય સાહિત્ય બનાવેા અને વર્ષ દરમિયાન પ્રગટ થયેલી જાણવા જેવી સાહિત્યની ચાપડીએનું અવલાકન કયું છે, તે ઉપરથી જણાશે કે, એ સાહિત્ય પ્રવાહ પણ વિસ્તાર પામતા, પ્રાણવંત, સમૃદ્ધ થતા અને અલિષ્ટ છે.
પુસ્તક પ્રકાશનની સંખ્યાની દૃષ્ટિએ પણ એ વ` ઉતરતું નથી; અને વધારે સંતાષકારક તે એ છે કે લેખકેાની કલમ જોર પકડતી અને સંસ્કારી અને છે અને લેખકોની સંખ્યા પણ વધે જાય છે.
૩૯