________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
લેખી શકાય; એજ નાટકના બીજો તરજુમા જે એક અભ્યાસી ભાઈ એ કરેલા છે, તેઓ પ્રેા. ઠાકારના આ અનુવાદ વિષે નીચે મુજબ અભિપ્રાય આપે છેઃ
ગુજરાતી ભાષામાં ‘મહાકવિની' કૃતિને અનુવાદ અને તે પણ મહાકવિ કાલિદાસના હૃદયને સ્પર્શ કરતા, તે જમાનાના આદર્શોને આબાદ સ્વરૂપે રજુ કરતા, છતાં વાચકને હાથમાં લીધા પછી પૂરા વાંચ્યા વિના છેડવા ન ગમતા અનુવાદ-અપી શ્રીયુત ઠાકારે ગુજરાતી સાહિત્ય રસિક જનતા ઉપર ઉપકાર કર્યો છે.'
નવી કવિતા સત્ત્વશાળી અને આશાસ્પદ, દિન પ્રતિ દિન ખીલતી જાય છે; અને ઉગતા કવિએની સંખ્યા વધે છે, એ પણ આપણા સાહિત્યની અભિવૃદ્ધિનું સુચિહ્ન છે. અત્યાર સુધી એ નવજુવાન કવિએની કૃતિએ સામાન્યતઃ જુદાં જુદાં માસિકામાં છૂટક છૂટક વાચવાને મળતી; તેમના કોઇ કાવ્ય સંગ્રહ પુસ્તકાકારે પ્રગટ થયા નહતા; પણ ચાલુ વર્ષોંમાં એવાં પાંચ સાત પુસ્તકા બહાર પડયાં છે, જેવાં કે, શ્રીયુત ચંદ્રવદનકૃત ઈલા કાવ્યો, શ્રીયુત ઈન્દુલાલ ગાંધીનાં ‘તેજરેખા’ અને ‘જીવનનાં જળ’, શ્રીયુત મનસુખલાલ ઝવેરીનું પુલદેાલ, શ્રીયુત બેટાઈનું ‘જ્યાતિરેખા' અને શ્રીયુત સુંદરમનાં, કાયા ભગતની વાણી અને કાવ્યમગલા, તે જોઇને આપણને આનંદ થાય છે. એ સર્વ કાવ્યપુસ્તકો નવી કવિતાના સુંદર નમુનાએ રજુ કરે છે, એટલુંજ નહિ પણ તેમાં આપણે નવયુવાનુ` માનસ પારખી શકીએ છીએ, એમના અભિલાષ અને આદર્શ, એમના મથન અને મનેાવ્યથા એ સધળું આપણને આકર્ષે છે અને એ ચિત્રામાં તે જે સંસ્કાર છાપ એમના મનપર પડી હોય છે, તેને મૂર્તિમંત કરવા પ્રયત્ન કરતા જોવામાં આવે છે; તેમાં અનુકરણને પાસ કવચિત નજરે પડે છે; અને જે કાંઇ તેએ કવે છે, તે વાચન, નિરીક્ષણ, અભ્યાસ દ્વારા પ્રાપ્ત કરેલું, સ્વવિચાર ને લાગણીને વ્યક્ત કરતું અને જીવનને સ્પર્શતું હેાય છે. પહેલાંની જેમ ઇંગ્રેજી કવિતાના સાવ તરજુમા ઘેાડાકજ મળી આવે છે. આ પ્રમાણે આ કાવ્ય સંગ્રહો નવશિક્ષિત માનસને રૂચે, આનંદ આપે, ઉન્નત સંસ્કાર બક્ષે, એમનામાં ભાવના પ્રેરે, પ્રેરક બળ આપે, એવા વિવિધ પ્રકારના અને આનંદદાયક માલુમ પડશે. સુન્દરમ્ કૃત ‘કાવ્યમંગલા'ના પાનાં ફેરવતા એક કાવ્ય “જન્મગાંઠ’'; હાથ ચઢયું તે એક વાનગી તરીકે રજુ કરીશુંઃ—
* બુદ્ધિપ્રકાશ, સન ૧૯૩૩, પૃ. ૩૮૫.
૩૪