________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
સંત ક્રાન્સિસ નામે એક મહાન સંત યુરોપમાં થઈ ગયા છે; તેમનું જીવનપરિવર્તન એક અદ્ભુત કથા છે; અને એમનું સેવાકાર્ય એથી પણ વિશેષ મહત્વનું અને લોકોપકારી નિવડયું છે. અંગ્રેજીમાં એ સંત પુરુષ વિષે પુષ્કળ સાહિત્ય રચાયેલું છે; ગયા વર્ષે “કુમાર” માસિકમાં શ્રીયુત રંગીલદાસ કાપડીઆએ સંત કાન્સિસ પર એક મનનીય લેખ લખ્યો હતો, તે પૂર્વે શ્રીયુત મહાદેવભાઈએ “નવજીવનમાં એ સતપુરુષ વિષે એક લેખમાળા લખી હતી તે પુસ્તકકારે આપણને પ્રાપ્ત થાય છે, એ ખુશી થવા જેવું છે; સંત કાન્સિસ જેવો ચરિત્રનાયક અને શ્રીયુત મહાદેવભાઈ જેવા મર્મગ્રાહી વિવેચક એટલે એ કૃતિની ઉત્તમતા વિષે વધુ કાંઈ કહેવા જેવું હોય જ નહિ.
આજકાલ નવલકથાનાં પુસ્તકમાં શ્રીયુત રમણલાલ અને શ્રીયુત મુનશીનાં પુસ્તકોની માગણી વધુ હોય છે, અને તેઓ કોઈને કોઈ વાર્તા પુસ્તક ચાલુ આપતા રહે છે; એ થોડું સંતેષકારક નથી. શ્રીયુત મુનશીની “સ્નેહ સંભ્રમ ”માં આધુનિક સમાજજીવનમાં જે પરિવર્તન થઈ રહ્યું છે, તેને પરિચય કરાવતાં કેટલાંક સામાજિક ચિત્રો તેમણે દર્યા છે; તે રમુજી છે પણ કોઈ પ્રેરક ભાવના કે આદર્શ એમાં માલુમ પડશે નહિ; કઈ કહેશે કે નવલ કથાનો એ આશય પણ નથી. તેની પડખે “ગ્રામ્ય લક્ષ્મીનું પુસ્તક જુદી ભાત પાડે છે. ગામડાંઓની પુનર્રચનાનો પ્રશ્ન થોડોક સમયથી ખૂબ વિચારાઈ અને ચર્ચાઈ રહ્યો છે, તેમાં આ પુસ્તકનું પ્રકાશન વખતસરનું છે; લેખકે ગ્રામ્યસુધારણાના કેટલાક પ્રશ્નનું વિવેચન કર્યું છે, તે માર્ગદર્શક થશે; શ્રીયુત રમણલાલની સમર્થ લેખિની એ વિષયને એક જીવન પ્રશ્ન બનાવી મૂકે છે, અને તેનું વાંચન આનંદપ્રદ થઈ પડે છે. આ વર્ષની સરસ નવલકથાઓમાંની તે એક છે; આપણને એક ભાગ મળેલો છે, બીજા ભાગ માટે વાચક આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. - શ્રીયુત અંબાલાલ પુરાણીએ “દર્પણના ટુકડા” એ નામક હાની વાર્તામાં એમનાં કોલેજ જીવનનાં સંસ્મરણો ગ્રંથીને એક સુંદર પુસ્તક રચ્યું છે; તેમાં રૂખી ભીખારણનું પાત્ર ખેંચાણકારક થઈ પડે છે. પણ એમનું જીવનકાર્ય તે અરવિંદ બાબુના ઉત્તમ ગ્રંથને ગુજરાતી જનતાને પરિચય કરાવો એ થઈ ? પડેલું છે; એમની એ પ્રવૃત્તિ ચાલુ છે અને આ વર્ષે આપણને એમના તરફથી “ભક્તિયોગ” નામનું પુસ્તક મળ્યું છે. ગુજરાતી સાહિત્યની તેમની એ સેવા ઓછી પ્રશંસનીય નથી; પેન્ડીચેરી આશ્રમમાં નિવાસ કર્યો તે
૩૨