________________
સન ૧૯૩૩ને સાહિત્ય પ્રવાહ છબીલારામના ચરિત્રપુસ્તકથી સંગીન ઉમેરો થયો છે. તેના લેખક શ્રીયુત માનશંકરભાઈએ નાગરોને ઈતિહાસ સંશોધવામાં આખી જીંદગી ગાળેલી છે, અને આપણને કેટલુંક વિચારણીય સાહિત્ય પૂરું પાડેલું છે. થોડા સમયથી એમની આંખ નબળી પડી ગયેલી છે, તેમ છતાં ઉપલબ્ધ હકીકતને વિવેકપૂર્વક ઉપયોગ કરી રાજા છબીલારામ વિષે એક વાંચવા જેવું પુસ્તક એમણે આપ્યું છે; અને તે ઈતિહાસ રસિકોને પ્રિયકર થઈ પડશે.
એમાંની એક બીના પ્રતિ સાહિત્ય રસિક બંધુનું અમે ધ્યાન દોરીશું કે રાજા છબીલારામના જીવનના સંબંધમાં મળેલી કેટલીક સાલે, શંકાસ્પદ, ભૂલભરેલી તેમ પરસ્પર વિરોધી મળી આવે છે; એઓ બાઁ વર્ષ પર થઈ ગયા હતા; તે પછી નરસૈ મહેતા વિષે એમના વંશજો જે સાલવારી રજુ કરે છે, તે કેટલે અંશે આધારભૂત માની લેવી એ એક વિચારવા જેવો પ્રશ્ન છે; અને એવી મુશ્કેલીઓને લઈને ઈતિહાસના કાળ નિર્ણયમાં સાહિત્યના પ્રમાણને તદન ગૌણ સ્થાન અપાય છે.
શ્રીયુત બાપાલાલ વૈદ્ય, એક વૈદ્ય તરીકે હુશિયાર છે, અને લેખન કાર્યમાં પણ સારી પ્રીતિ ધરાવે છે; તેને લઈને કેટલુંક ઉપયોગી સાહિત્ય ' આપણને તેમના તરફથી મળેલું છે. તે વૈદ્યએ તેમ એ વિષયમાં રસ લેનારાઓને જોવા જેવું છે, પરંતુ અમને તે એમનું જયકૃષ્ણભાઈનું જીવનચરિત્ર ખાસ ગમ્યું છે; એમના ગુરૂભાવથી અમે મુગ્ધ થયા છીએ, ગુજરાતીઓમાં વનસ્પતિશાસ્ત્રના નિષ્ણાત તરીકે કેઈની ખ્યાતિ બંધાઈ હોય તો તે જયકૃષ્ણભાઈ હતા, અને ગુજરાત અને કચ્છ પ્રદેશની વનસ્પતિ વિષે એમણે જે બે પુસ્તક લખ્યાં છે, તે ખરેખર અપૂર્વ છે. એક વિદ્વાન તરીકે આપણને એમના માટે માન છે જ; પણ એમની ખાનગી જીવનની હકીકત પ્રસ્તુત પુસ્તકમાંથી આપણે જાણીએ છીએ ત્યારે એ મહાન પુરુષના ચરણે આપણું મસ્તક ઢળી પડે છે.
આપણા સમાજમાં વિધવાની શી સ્થિતિ છે, તે સમજાવવાની જરૂર પડે એમ નથી; પણ તેના પર સારા સંસ્કાર પડતાં અને કેળવણી પ્રાપ્ત કરતાં તે કેટલી હદ સુધી પહોંચી શકે છે, તેનું સુંદર દૃષ્ટાંત પ્રાર્વતીબાઈ આથવલેની જીવન કહાણી પુરું પાડે છે, અને એ પુસ્તકને શ્રીયુત મોતીભાઈ અમીને પરીક્ષા માટે પસંદ કર્યું હતું તે જોઇને અમને બહુ આનંદ થયો હતો. આવાં પુસ્તકનું વાચન જીવન ઘડતરમાં પ્રેરણારૂપ અને માર્ગદર્શક થઈ પડે છે.
૩૧