________________
સન ૧૯૩૩ ને સાહિત્ય પ્રવાહ
પહેલા ગુજરાતમાં એમણે વ્યાયામ પ્રવૃત્તિ શરૂ કરી હતી; અને એવે એક ભાવનાશાળી શિષ્યસમૂહ પોતાના આત્મબળના પ્રભાવથી ઉભા કર્યો હતા કે તેઓ એ કબ્યક્ષેત્રમાંથી દૂર ખસી ગયા છે, તેમ છતાં એ કા તે પ્રેમપૂર્વક ચલાવી રહ્યા છે, એ જોઈ ને કાઇ પણ વ્યક્તિ મગરૂરી લઇ શકે,
સૌરાષ્ટ્ર કાર્યાલયે ગુજરાતને એક મેધાણી આપીને રાણપુરની એ સંસ્થાને અમર કરી છે, એમનાં પગલે અનુસરી શ્રીયુત ગુણવંતરાય આચાર્ય પણ સૌરાષ્ટ્રના ભૂતકાળ સજીવ કરવા પ્રયત્ન કરી રહ્યા છે, અને એમની કૃતિ ‘ભૂતકાળના પડછાયા' અને ‘સાગર સંધ્યા' લેાકપ્રિય નિવડી છે, તે બતાવે છે કે એમની કલમ પણ કસાયલી તેમ તેજદાર છે.
""
થાડીક મુદ્દતથી શ્રીયુત મેધાણીની કલમ શાન્ત પડેલી છે; આપણે ઈચ્છીશું કે તેઓ લેખન પ્રવૃત્તિ પાછી હાથ ધરે; એમની સાગરના તીરે તીરે” એ ચેાપડી સૌ કાઈ ને ગમશે; એમની નિરૂપણ શૈલીમાં કાંઇક અજબ આકર્ષણ રહેલું છે.
શ્રીયુત ધુમકેતુ” નવલિકાકાર તરીકે અજોડ છે; ‘પ્રદીપ' અને ‘ભીલકુમાર એકલવ્ય અને ખીજાં નાટકા' એ એ પુસ્તકા વર્ષ દરમિયાન એમણે બહાર પાડયાં છે; તેમાં એમની શક્તિનું દર્શન થાય છે જ, પણુ વાચકનું મન તે વધુ ‘તણખા’ મેળવવાને ઇંતેજાર રહે છે.
ઘણાખરા વાચકો પ્રેા. અલવન્તરાયને, એક સમર્થ સાહિત્ય વિવેચક, ઇતિહાસના અધ્યાપક, રાજકારણના અભ્યાસી, ટૂંકી વાર્તાના લેખક અને કવિ તરીકે ઓળખે છે; પણ તે તે સાથે એક સારા સંસ્કૃતન પણ છે; અને એક પંડિતની પેઠે તેને ઉંડા અભ્યાસ કરેલા છે.
સન ૧૯૦૫માં એમણે કાલિદાસકૃત “શાકુન્તલ” ના ગુજરાતીમાં અનુવાદ કર્યાં હતા; તે પછી પૂણામાં મળેલી પહેલી પૌવ્વત્ય કોન્ફરન્સમાં ‘શાકુન્તલ'ના પાઠ વિષે એક નિબંધ રજુ કર્યાં હતા, તે વાંચ્યાથી એમની વિદ્વત્તાના ખ્યાલ આવશે.
પ્રસ્તુત વ માં પ્રે. બલવન્તરાય એ જ કવિનું નાટક · માલવિકાગ્નિ મિત્ર'ને ગુજરાતીમાં તરજુમેા છપાવ્યા છે. સામાન્ય વાચકને તેની ભાષા વખતે કઠિન લાગે; પણ એ અક્ષરસઃ તરજુમેા, એ નાટકને અભ્યાસ કરનારને જરૂર મદદગાર થઈ પડશે અને કવિના સમય પરત્વે એમણે ઉપેાધાત લખ્યા છે, તે, અને તેમાંના ‘મનિકા’ વિભાગ પુસ્તકનું વિશિષ્ટ અંગ
૩૩
5