________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
આ વિષય ચર્ચાસ્પદ છે, પણ અમે માનીએ છીએ કે તે બુદ્ધિના પ્રદેશ નથી. તેના પાયા શ્રદ્દા પર અવલંબે છે; અનુભવ તેની સાચી કસેાટી છે; વાદ નહિ. એટલે એ વિષે શ્રીયુત મુનશીનું મંતવ્ય સ્વીકારાય એમ અમને લાગતું નથી પણ એમણે તે વિષયને એમની પ્રતિભાથી આકર્ષક અને રસપ્રદ બનાવ્યા છે, એમ અમારે આનંદસહ કહેવું પડશે.
સ્વતંત્ર અને નવીન નાટક! આપણે ત્યાં ભુજ લખાય છે; અને તે ઘેાડાં વર્ષોથી લખાવા માંડયાં છે; તેમાં એક અગ્રગણ્ય અને પ્રતિભાશાળી નાટયકાર તરીકે શ્રીયુત મુનશીએ ઉંચી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેલી છે, અને કાઈ પણ ભાષામાંનાં ઉત્તમ નાટક સાથે તે સરખામણીમાં ઉભા રહી શકે એવી ઉંચી કેાટિનાં છે.
એ નાટકામાં, તેમાંના પાત્રોનું માનસશાસ્ત્રની દૃષ્ટિએ પૃથક્કરણ થઇ, માનવજીવનની નબળાઇએ તેમ વિશિષ્ટતાનાં, તેના પ્રેરક બળાનાં અને મનુષ્ય સ્વભાવના તાદશ્ય પ્રતિબિંબે પડતાં, એનું આકર્ષણ અને પ્રભાવ બહુ પ્રબળ નિવડે છે, અને તે આદરપાત્ર થઈ પડે છે.
આપણા પવિત્ર વેદ અને પુરાણ ગ્રંથામાંથી એ નાટકની વસ્તુની ગૂંથણી કરી, તેની ઘટનામાં, ઋષિમુનિએ જેમને આપણે પૂજ્ય માનીએ છીએ, તેમનાં નામેા લેખક જોડે છે, તે પતિ સામે પ્રાચીન સંસ્કૃતિપ્રિય એક પક્ષ તરફથી વાંધા લેવામાં આવે છે; તે સિવાય તેની વિરુદ્ધ સાહિત્યની કૃતિ તરીકે કાંઈ પણ દોષ બતાવવામાં આવ્યા હોય એમ અમારા જાણવામાં નથી.
શ્રીયુત મુનશી એક સમર્થ સાહિત્ય સર્જક અને રસિક કળાકાર છે; માનસ સ્વભાવના ઉંડા અભ્યાસી છે; અને માનસશાસ્ત્રથી પુરા પરિચિત હાઇ, એમનાં પાત્રાનું લાગણી અને સ્વભાવનું પૃથક્કરણ એટલું સુંદર અને મનેરમ કરી શકે છે કે એમની કૃતિએ વાંચીને સૌ ધન્યવાદના ઉદ્ગારા ઉચ્ચારે છે અને લેખકની બુદ્ધિ ને શક્તિની પ્રશંસા કરે છે; અને તેની
By which thou wilt abide, if thou be wise, From knowledge is the swallow on the lake, That sees and stirs the surface-shadow there But never yet hath dipt into the Abysm"
'Light, Life and Love'-edited Dean Inge. ૨૪