________________
સન ૧૯૩૩ ને સાહિત્ય પ્રવાહ
હત, શમ્બરી છે માટે અને એ વિનાશમાં વિજયથી વધારે નિર્મલ ઉલ્લાસ વસતે હતા.
“જહુ ! મને છોડી નહીં જતો. હું તું કહેશે તેમ કરીશ. હું તારી સ્ત્રીઓ જેવી થઈ રહીશ. તારા દેવને પૂછશ. મને જોઈએ તે મારજે, કાપી નાંખજે, પણ દેવ ! મને કાઢી નહીં મુકતા.”
રડ નહી, રડ નહી, શામ્બરી ! હું નહી જાઉં. તું આકંદ નહી કર. તું થાકી જશે તો પછી બેભાન થઈ જશે.”
કહે કે તું મને નહી છોડી જાય.” “નહીં છોડી જાઉં. થયું ? તું હવે સુઈ જા. મારું માન.”
માનીશ ! માનીશ. પણ આને આવે રહેજે."*
તે પછી પ્રેમ ખાતર, પતિને બચાવવા આર્યોને શાબરી કિલ્લાને માર્ગ બતાવી દે છે, અને એ રીતે તેના પિતાના અને દશ્ય જાતિના નિકંદનનું તે નિમિત્ત થઈ પડે છે.
એ આત્મ સમર્પણ જેવું તેવું ન હતું. આત્મ સમર્પણથી દેવો પણ રીઝે છે, તે પછી મનુષ્ય કોણ માત્ર ? અને વિશ્વરથ પણ એ પ્રેમને સાચો નિવડે છે, એટલું જ પણ એની બુદ્ધિ અને હૃદયને જે માર્ગ ન્યાયી, સાચો અને માનવભર્યો લાગે છે, તે આખી આય જાતિના પ્રચંડ વિરોધ છતાં એકલે અને અટુલો ઉભો રહી નિડરતાથી ઉગ્રાને પત્ની તરીકે સ્વીકારે છે, અને વર્ણભેદને પ્રશ્ન ઉકેલે છે, તે ભારતના ઇતિહાસમાં એક ઉજવળ દિવસ લેખા જોઈએ. તે નિર્ણય જેમ મહત્વને અને ગંભીર હતો તેમ દુરંદેશીભર્યો અને ડાહ્યો હતો. તે સાચું જ કહે છે, “આર્યત્વ રૂપ ને રંગ વડે નથી. એ તો છે તપ વડે–સત્યમાં, ઋતના અનુસરણથી.”
કર્તાએ નાટકની ભૂમિકા રૂપે વિશ્વરથને પૂર્વ વૃત્તાંત કથા રૂપે પહેલા ભાગમાં આપ્યો છે, અને તે નાટકનું હાર્દ સમજવામાં મદદગાર થાય છે. પરંતુ જાણીતા નાટકકાર બર્નાડ શોની પેઠે એની પ્રસ્તાવનામાં શ્રીયુત મુનશીએ આર્ય દશ્યના વર્ણભેદના પ્રશ્નને ઐતિહાસિક રીતે, સ્વતંત્ર નિબંધરૂપે ચર્ચા હોત તે તે વધુ આવકારપાત્ર થઈ પડત, એમ અમારું માનવું છે.
. પુરાણોમાં વસિષ્ઠ અને વિશ્વામિત્ર એ બેને વિરોધીઓ તરીકે વર્ણવ્યા છે; અને હરિશ્ચંદ્રને જે કષ્ટ આપે છે તેથી વિશ્વામિત્ર અકારા થઈ પડે છે; આ નાટકમાં એ દશ્ય તદન બદલાઈ જાય છે, અને વિશ્વરથ-વિશ્વામિત્ર x પામુદ્રા ભાગ ૧ લો પૃષ્ઠ ૧૦૬, ૧૦૭.
२७
-
-