________________
સન ૧૯૩૩ ને સાહિત્ય પ્રવાહ
મૌલિકતા અને અપૂર્વતાને લઇને ગુજરાતી નાટય સાહિત્યમાં શ્રીયુત મુનશીના નાટકોએ ઉંચું અને ગૌરવભર્યું સ્થાન મેળવ્યું છે.
લોપામુદ્રા નાટકમાં શ્રીયુત મુનશીએ ઇતિહાસના આરંભકાળથી પ્રજાને મુંઝવી રહેલા વર્ણભેદના અને તેના સમન્વયના પ્રશ્ન બાહેાશીથી ચર્ચો છે. જમનીમાં હિલટરે ન્યુજાતિ પ્રતિ સુગ બતાવી છે; અને જર્મનીમાંથી તેમને હાંકી કાઢયા છે, અને આ લાહીની શુદ્ધિ પર ભાર મૂક્યા છે, એ જાણીતી ખીના છે.
એજ પ્રકારે પૂર્વે વસિષ્ઠ ઋષિએ શ્રીયુત મુનશીના કથ્યા પ્રમાણે, આર્યોની શુદ્ધિ સચવાઈ રહે તે માટે, આર્યોની એકહથ્થુ સત્તા, સર્વોપર સત્તા સ્થાપવા, સપ્તસિંધુના પ્રદેશમાં આર્યાંના વસવાટ દરમિયાન પ્રચંડ કાર્ય આરંભ્યું હતું; અને તે પ્રસ્તુત નાટકના કેન્દ્રિત વિષય છે.
દક્ષુઓને ફક્ત દાસ તરીકે રાખવાના અને તેમની સાથે ખીજો કાષ્ઠ પ્રકારના સંબંધ હોઈ શકે કે થઇ શકે નહિ એવા દુરાગ્રહી વિચાર તે ધરાવે છે.
અસ્પૃશ્યતાના પ્રશ્ન હિન્દુ સમાજને આજે ખૂબ મુંઝવી રહ્યા છે, અને તેના ઉજજવળ ઇતિહાસને તે એક કલ કરૂપ છે; એવી રીતે ગારા કાળાને પ્રશ્ન એ કડવાશભર્યો નથી. પરદેશમાં નહિ; પણ આપણા પોતાના વતનમાં યુરેાપીય કલમેામાં અને જીમખાનામાં હિન્દીઓને દાખલ કરવામાં આવતા નથી, તે પણ વર્ણભેદને આભારી છે, તેથી આપણું સ્વમાન હણાય છે.
આ કઠિન અને વિષમ પ્રશ્નને લેખકે દક્ષતાથી અને સફળતાપૂર્વક નિરૂપ્યા છે; અને વિશ્વરથ પાસે જે નિર્ણય કરાવ્યો છે તે ન્યાયપુરઃસર અને સાચેા છે એમ આપણે જોઇ શકીએ છીએ.
આય અને દૃશ્યુ જાતિએ એક બીજા પર હુમલા લઈ જાય છે, તે દરમિયાન એક વખતે ભરતાતિનું નરરત્ન વિશ્વરથ દુશ્મનેાના હાથમાં સપડાઇ જઇ પડે છે. અહિં દૃશ્યુ રાજા શમ્બરની પુત્રી ગ્રા વિશ્વરથ પર મેાહી પડે છે; અને તે આ વીરને વરવા ઇચ્છે છે, પણ વિશ્વરથની રામાં આ લોહી ઉછળે છે; આત્વ માટે તેને અભિમાન છે. ઉગ્રાના એને વશ કરવાના અનેક પ્રયાસાને તે તરછેાડે છે; પણ આખરે એનું માનવ હૃદય ઉગ્રાની ઉત્કટ પ્રેમ લાગણીને આધીન બને છે; તેમ એવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે કે તેના નિકાલ કરે એમાંથી છૂટકા થાય એમ છે,