Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
શ્લોકાર્થ સ્પષ્ટ છે કે વેદાંતીઓ અવિદ્યાને, સાંખ્યો ક્લેશને, જૈનો કર્મને અને બૌદ્ધો વાસનાને તેમ જ શૈવો પાશને ભવ-સંસારનું કારણ માને છે. તેથી અવિદ્યા વગેરે જે તે તે દર્શનકારોએ સંસારના કારણ તરીકે માન્યા છે, તે અમે માનેલા પ્રધાનસ્વરૂપ (પ્રકૃતિસ્વરૂપ) જ ભવના હેતુ છે. માત્ર નામનો ભેદ છે. બાકી તો ભવહેતુત્વ સ્વરૂપ એક જ છે. નામનો ભેદ ભેદ નથી, તે અકિંચિત્કર છે. ૧૬-૨૧
अत्रापि परपरिकल्पितविशेषनिराकरणायाह
યદ્યપિ તે તે દર્શનકારોએ સંસારના કારણ તરીકે અવિદ્યાદિને માન્યા છે અને સાથે તેમાં મૂત્વ-અમૂર્તત્વ, એકત્વ-અનેકત્વ, વગેરે વિશેષની પરિકલ્પના કરી છે. તેથી માત્ર નામનો જ ભેદ છે એવું નથી, વિશેષનો પણ ભેદ છે; પરંતુ તે અકિંચિત્કર છે એ જણાવાય છે–
अस्यापि योऽपरो भेदश्चित्रोपाधिस्तथा तथा । યડતીદેતો, થમતાં સોડણપાર્થવ: 9૬-૨૨ા
अस्यापीति-अस्यापि प्रधानस्यापि । योऽपरो भवकारणत्वात् सर्वाभ्युपगतादन्यो भेदो विशेषः । चित्रोपाधिर्नानारूपमूर्तत्वादिलक्षणः । तथा तथा तत्तद्दर्शनभेदेन । गीयते वर्ण्यते । अतीतहेतुभ्योऽनन्तरमेव “विशेषस्यापरिज्ञानाद्” इत्यादिश्लोकोक्तेभ्यः । धीमतां सोऽपि किं पुनर्देवतागत इत्यपिशब्दार्थः । अपार्थकोऽपगतपरमार्थप्रयोजनः । सर्वैरपि भवकारणत्वेन योगापनेयस्यास्योपगमादन्यस्य विशेषस्य सतोऽप्यकिञ्चिરત્વત્ II9૬-૨૨ા.
“આ પ્રધાન-પ્રકૃતિમાં પણ ભિન્ન ભિન્ન પ્રકારના વિશેષની કલ્પના કરાય છે. તે પણ પૂર્વે જણાવેલા હેતુઓના કારણે બુદ્ધિમાનો માટે નિરર્થક છે.” - આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે અવિદ્યા, ક્લેશ, કર્મ, વાસના, પાશ અને પ્રધાનને સંસારના કારણ માન્યા પછી ભવહેતુત્વથી ભિન્ન તેમાં અમૂર્તત્વ વગેરે વિશેષની છે તે દર્શનકારોએ કલ્પના કરી છે. કર્મ મૂર્ત છે, અવિદ્યાદિ અમૂર્ત છે; કર્મ અનંત છે, અવિદ્યાદિ સામાન્યથી એક છે... ઈત્યાદિ રીતે સંસારના કારણ તરીકે અભિમત અવિદ્યાદિમાં તે તે વિશેષની કલ્પનાઓ કરી છે.
પરંતુ વિશેષારિ, (૧૬-૨૦) આ શ્લોકથી જણાવેલા તે તે કારણે દેવતાગત વિશેષ જ નહિ અવિદ્યાદિગત વિશેષ પણ બુદ્ધિમાનો માટે નિરર્થક છે. અર્થાત્ મોક્ષ માટે એવા કોઈ જ વિશેષનો ઉપયોગ નથી. અવિદ્યાદિને માનનારા તે તે દાર્શનિકોએ અવિદ્યાદિને ભવના કારણ તરીકે વર્ણવીને યોગની આરાધનાથી તે દૂર કરવા યોગ્ય છેઆ વાતનો બધાએ જ સ્વીકાર કર્યો છે. એ વિશેષને છોડીને બીજા મૂર્તવાદિવિશેષ તેમાં(ભવના કારણભૂત અવિદ્યાદિમાં) હોય તો પણ તેનું કોઈ જ પ્રયોજન ન હોવાથી તે અકિંચિકર છે. ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઇએ. /૧૬-૨૨ા
એક પરિશીલન