Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
માટે ઉપદેશઉપયોગી બને છે. અર્થાત્ ઉપરના ગુણસ્થાનકે જવા માટે અને નીચેના ગુણસ્થાનકે પડતા અટકાવવા માટે ઉપદેશ નિયતપણે ઉપયોગી બને છે. પરંતુ પ્રાપ્ત થયેલા છે તે પરિણામમાં જેઓ વિશ્રાંત (સ્થિર રહેલા) છે તેવા આત્માઓ માટે ઉપદેશ ઉપયોગી નથી. ./૧૭-૨૮
ઉપર જણાવ્યા મુજબ ઉપદેશ, અનિયતપણે ઉપયોગી બનતો હોય તો શાસ્ત્રોમાં શા માટે તેનું વિસ્તારથી વર્ણન કરાય છે? આ શંકાનું સમાધાન કરાય છે. અર્થાત્ ઉપદેશનું ફળ વર્ણવાય છે–
आधिक्यस्थैर्यसिद्ध्यर्थं, चक्रभ्रामकदण्डवत् ।
असौ व्यञ्जकताप्यस्य, तबलोपनतिक्रिया ॥१७-२९॥ आधिक्येति-आधिक्यं सजातीयपरिणामप्राचुर्यं स्थैर्यं च पतनप्रतिवन्धस्तत्सिद्ध्यर्थं । चक्रभ्रामकदण्डवदसावुपदेश उपयुज्यते । यथा हि दण्डो भ्रमतश्चक्रस्य दृढभ्रम्यर्थं भग्नभ्रमेर्वा भ्रम्याधानार्थमुपयुज्यते, न तूचितभ्रमवत्येव तत्र । तथोपदेशोऽपि गुणप्रारम्भाय तत्पातप्रतिबन्धाय वोपयुज्यते, न तु स्थितपरिणाम प्रतीति । तदुक्तमुपदेशपदे-“उवएसो वि हु सफलो गुणठणारंभगाण जीवाण । परिवडमाणाण तहा पायं न उ तआिणं पि ।।१।।” व्यञ्जकताप्यस्योपदेशस्य । तबलेन परिणामबलेनोपनतिक्रिया सन्निधानलक्षणा, अन्यथा घटादौ दण्डादेरपि व्यञ्जकत्वापत्तेरिति भावः ।।१७-२९।।
ચક્રને ફેરવનાર દંડની જેમ અધિકતાની અને સ્થિરતાની સિદ્ધિ માટે ઉપદેશ ઉપયોગી છે. તેની વ્યજકતા પણ તેનાથી જન્ય એવા પરિણામ વડે કાર્યની ઉત્પત્તિ પૂર્વે રહેવા સ્વરૂપ છે.” - આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અર્થ છે. તેનું તાત્પર્ય એ છે કે ઉચિત પ્રવૃત્તિની અધિકતા માટે ઉપદેશ ઉપયોગી બને છે. સમાનજાતીય પરિણામની પ્રચુરતા સ્વરૂપ અધિકતા છે. પૂર્વે જે પરિણામને લઈને પ્રવૃત્તિ ચાલતી હતી, તે પરિણામમાંની જે પ્રકૃષ્ટતા છે, તે સ્વરૂપ અહીં પ્રવૃત્તિની અધિકતા છે. અને જે પરિણામને લઇને ઉચિત પ્રવૃત્તિ ચાલતી હતી; તે પરિણામનું પતન ન થાય એ રીતે પ્રવર્તવા સ્વરૂપ ધૈર્ય છે. આધિક્ય અને ધૈર્ય એ બંન્નેની સિદ્ધિ માટે ઉપદેશ ઉપયોગી બને છે.
જેમ કુંભારના ફરતા ચક્રના દઢ ભ્રમણ માટે તેમ જ ફરતું અટકી જતાં ચક્રને ફરતું કરવા માટે જેમ દંડ ઉપયોગી છે પરંતુ યોગ્ય રીતે ફરતા ચક્રના માટે તે ઉપયોગી નથી તે જ રીતે ગુણસ્થાનકના પ્રારંભ માટે અને ગુણસ્થાનકથી પતન ન થાય એ માટે ઉપદેશ પણ ઉપયોગી બને છે. જેમના પરિણામ સ્થિર છે, તેમના માટે ઉપદેશ ઉપયોગી નથી. એ પ્રમાણે ઉપદેશપદમાં ફરમાવ્યું છે કે “ગુણસ્થાનક(ચતુર્થાદિ ગુણસ્થાનકોનો આરંભ કરનારા ભવ્યજીવોને માટે તેમ જ ગુણસ્થાનકથી પતન પામતા આત્માઓને અટકાવવા માટે પ્રાયઃ ઉપદેશ સફળ છે. પરંતુ સ્થિરપરિણામવાળા માટે તે ઉપયોગી નથી.”
એક પરિશીલન