Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય : આ પાંચ પ્રકારો વર્ણવ્યા. પરંતુ ચિત્તવૃત્તિઓના નિરોધ સ્વરૂપ યોગને માનવામાં આવે તો તેના પાંચ પ્રકાર કઇ રીતે થાય - એ જિજ્ઞાસામાં આ શ્લોકથી તેના પણ પાંચ પ્રકાર વર્ણવવાનો આરંભ કર્યો છે.
આશય એ છે કે મન, વચન, કાયાને આશ્રયીને થનારી વૃત્તિઓના નિરોધમાં આત્માનો તે તે પ્રકારનો વ્યાપાર ભિન્ન ભિન્ન હોવાથી વૃત્તિઓનો નિરોધ (અભાવ સ્વરૂપ) એક હોવા છતાં તે તે આત્મવ્યાપારને આશ્રયીને ભિન્ન ભિન્ન છે. યદ્યપિ તે તે વ્યાપાર ચિત્તના હોવાથી આત્મામાં એ ઔપાધિક છે. પુરુષમાં અનાદિશુદ્ધત્વ છે... ઇત્યાદિ સાંખ્યોની માન્યતા મુજબ વૃત્તિઓનો નિરોધ શુદ્ધ આત્મદ્રવ્યસ્વરૂપ જ છે. પરંતુ અનુભવસિદ્ધ અધ્યાત્માદિસ્વરૂપ આત્મવ્યાપારનો અપલાપ કરવાનું શક્ય નથી. અન્યથા દરેક દ્રવ્યોમાં જે જે ફેરફાર વર્તાય છે એ બધા જ જો કાલ્પનિક હોય તો માત્ર દ્રવ્યને જ (ગુણાદિને નહિ) માનવાનો પ્રસંગ આવશે... ઇત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું જોઇએ. આ પૂર્વેની પાતંજલયોગબત્રીશીનું અનુસંધાન કરવાથી પણ અહીં જણાવેલી વાતને સમજવાની અનુકૂળતા થશે. તે બત્રીશીમાં જણાવેલી વાતોને અહીં જણાવવાની આવશ્યકતા ન હોવાથી સંક્ષેપથી જ અહીં વર્ણન કર્યું છે. ૧૮-૨૭ના વૃત્તિનિરોધાત્મક યોગમાં અધ્યાત્માદિ પાંચ પ્રકારના યોગનો સમાવેશ જણાવાય છે—
प्रवृत्तिस्थिरताभ्यां हि, मनोगुप्तिद्वये किल ।
મેવાશ્રુત્વાર દૃષ્યન્તે, તત્રાત્ત્વાયાં તથાન્તિમઃ ||૧૮-૨૮।।
प्रवृत्तीति–प्रवृत्तिः प्रथमाभ्यासः, स्थिरता उत्कर्षकाष्ठाप्राप्तिस्ताभ्यां । मनोगुप्तिद्वये किल । आद्याश्चत्वारो भेदा अध्यात्मभावनाध्यानसमतालक्षणा इष्यन्ते, व्यापारभेदादेकत्र क्रमेणोभयोः समावेशाद्यथोत्तरं विशुद्धत्वात् । तथाऽन्त्यायां चरमायां । तत्र मनोगुप्तौ । अन्तिमो वृत्तिसङ्क्षय इष्यते । इत्थं हि पञ्चापि प्रकारा निरपाया एव ।। १८-२८।।
“પ્રવૃત્તિ અને સ્થિરતાને લઇને મનોગુપ્તિ બે પ્રકારની છે. અધ્યાત્મ વગેરે યોગના ચાર પ્રકારોનો સમાવેશ પ્રવૃત્તિસ્વરૂપ મનોગુપ્તિમાં થાય છે અને યોગના પાંચમા પ્રકાર વૃત્તિસંક્ષયનો સમાવેશ છેલ્લી(બીજી) સ્થિરતાસ્વરૂપ મનોગુપ્તિમાં થાય છે.” આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે યોગના પ્રથમ અભ્યાસને પ્રવૃત્તિસ્વરૂપ મનોગુપ્તિ કહેવાય છે અને યોગની પરાકાષ્ઠા(ઉત્કર્ષકાષ્ઠા)ને સ્થિરતાસ્વરૂપ મનોગુપ્તિ કહેવાય છે. સામાન્ય રીતે અપ્રશસ્ત(સાવદ્ય) પ્રવૃત્તિઓમાં જતા મનને રોકવું અને પ્રશસ્ત(તે તે કાળે વિહિત) એવી પ્રવૃત્તિમાં મનને જોડવું તે સ્વરૂપ મનોગુપ્તિ છે, જે પાતંજલદર્શનપ્રસિદ્ધ વૃત્તિનિરોધ સ્વરૂપ છે.
-
યોગત્તી અભ્યાસદશા સ્વરૂપ પ્રથમ પ્રવૃત્તિમનોગુપ્તિમાં અધ્યાત્મ, ભાવના, ધ્યાન અને સમતા : આ ચાર યોગ-પ્રકા૨નો સમાવેશ થાય છે. આ પૂર્વે જણાવ્યા મુજબ અધ્યાત્માદિસ્વરૂપ
એક પરિશીલન
૯૭