Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
अथ प्रारभ्यते मित्राद्वात्रिंशिका ।।
योगावतारद्वात्रिंशिकायां मित्राद्या दृष्टयोऽप्यवर्तारितास्तत्र मित्रां दृष्टिमत्र सप्रपञ्चं निरूपयन्नाह
આ પૂર્વે યોગાવતારબત્રીશીમાં મિત્રાદિ આઠ દૃષ્ટિઓનું પણ અવતરણ કર્યું. તે આઠ દૃષ્ટિઓમાં પ્રથમ જે મિત્રાદષ્ટિ છે; તેનું વિસ્તારથી અહીં વર્ણન કરાય છે–
मित्रायां दर्शनं मन्दं, योगाङ्गं च यमो भवेद् । अखेदो देवकार्यादावन्यत्राद्वेष एव च ॥२१-१॥
___ मित्रायामिति-मित्रायां दृष्टौ । दर्शनं मन्दं-स्वल्पो बोधः । तृणाग्निकणोद्योतेन सदृशो योगाङ्गं च यमो भवेदिच्छादिभेदः । अखेदोऽव्याकुलतालक्षणो देवकार्यादावादिशब्दाद्गुरुकार्यादिपरिग्रहस्तथातथोपनतेऽस्मिंस्तथापरितोषान्न खेदः, अपि तु प्रवृत्तिरेव, शिरोगुरुत्वादिदोषभाक्त्वेऽपि भवाभिनन्दिनो भोगकार्यवद् । अद्वेषश्चामत्सरश्चापरत्र त्वदेवकार्यादौ तथा तत्त्वाऽऽवेदितया मात्सर्यवीर्यबीजसद्भावेऽपि तद्भावाङ्कुरानुदयात्तथाविधानुष्ठानमधिकृत्यात्र स्थितस्य हि करुणांशबीजस्यैवेषत्स्फुरणमिति ।।२१-१।।
મિત્રાદેષ્ટિમાં દર્શન (બોધ) મંદ હોય છે. યોગના અંગ તરીકે યમ હોય છે. દેવકાર્યાદિમાં ખેદનો અભાવ હોય છે અને દેવકાર્યાદિને છોડીને બીજે દ્વેષનો અભાવ જ હોય છે.” - આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અર્થ છે. આશય એ છે કે મિત્રો નામની પહેલી દૃષ્ટિમાં દર્શન(બોધ) ખૂબ જ અલ્પ હોય છે. તૃણના અગ્નિના કણનો જે પ્રકાશ હોય છે, તેના જેવો અત્યંત અલ્પ બોધ હોય છે. અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતાં અત્યાર સુધી જે પ્રાપ્ત થયો ન હતો તે બોધ અહીં પ્રાપ્ત થાય છે. એ અપેક્ષાએ વિચારીએ તો સમજાશે કે અહીં જે બોધ છે તે વિશિષ્ટ છે. તારાદિ દૃષ્ટિઓની અપેક્ષાએ એ બોધ ખૂબ જ અલ્પ છે.
યોગનાં આઠ અંગોમાંથી પ્રથમ યમસ્વરૂપ અંગની પ્રાપ્તિ થાય છે. સામાન્યથી ઇચ્છાયમ પ્રવૃત્તિયમ સ્થિરયમ અને સિદ્ધિયમ : આ ચાર પ્રકારના યમ છે. એમાંથી આ મિત્રાદષ્ટિમાં ઇચ્છાયમ અને પ્રવૃત્તિયમ : આ બે યમની પ્રાપ્તિ થાય છે. “છા ત થાતિ , પાનને શમસંયુતમ્ | પ્રવૃત્તિ જમીન , સિદ્ધિઃ પરાર્થતા ” - આ શ્લોકથી ગ્રંથકારશ્રીએ ઇચ્છાદિનું સ્વરૂપ સંક્ષેપથી વર્ણવ્યું છે. યોગીઓની કથામાં પ્રીતિ થવી એ ઇચ્છાયોગ છે. કષાયથી રહિતપણે કરાતી ક્રિયા : એ પ્રવૃત્તિયોગ છે. એ વખતે અભ્યાસાદિને કારણે દોષનો ભય ન રહે એ સ્થિરતા છે અને આપણા જેવી જ યોગની પ્રાપ્તિ બીજાને થવી એ સિદ્ધિ છે. દરેક યોગનાં અંગોના એ રીતે ચાર ભેદ(પ્રકાર) છે. વિસ્તારથી એનું સ્વરૂપ યોગવિંશિકા એક પરિશીલનથી સમજી લેવું.
૧૭૨
મિત્રા બત્રીશી