Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
બને છે. આપણને આજ સુધી સદ્યોગ મળ્યો ન હતો એવું નથી. પરંતુ ગમે તે કારણે તેને આપણે જાળવી ન શક્યા. શાસન ગમે અને અનુશાસન ન ગમે - આ સ્થિતિ ખરેખર જ ચિંતાજનક છે. અનુશાસનની અરુચિને લઇને જ સદ્યોગ નિરર્થક જાય છે. સદ્યોગનું સાક્ષાત્ફળ જ અનુશાસનની પ્રાપ્તિ છે. મિત્રાદૃષ્ટિને પામેલા જીવો એ અનુશાસનને પ્રાપ્ત કરી અનુક્રમે ગુણસ્થાનકે આરૂઢ થઇ પરમાનંદને પ્રાપ્ત કરનારા બને છે. અંતે ઉપર જણાવ્યા મુજબ સદ્યોગનું મહત્ત્વ સમજીને અનુશાસનને પ્રાપ્ત કરવા દ્વારા આપણે સૌ પરમાનંદના ભાજન બની રહીએ એ જ એક શુભાભિલાષા. ।।૨૧-૩૨॥
।। इति श्रीद्वात्रिंशद्द्द्वात्रिंशिकायां मित्राद्वात्रिंशिका ।।
૨૦૦
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥
મિત્રા બત્રીશી