Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
કરવું જોઈએ. એનો ખ્યાલ આપણે લગભગ રાખતા નથી. આગમનું જ્ઞાન આગમના શ્રવણથી મેળવવું જોઈએ અને આગમનું શ્રવણ પૂ. સાધુમહાત્મા પાસે વિધિપૂર્વક કરવું જોઇએ, જેથી અવેદ્યસંવેદ્યપદને જીતવાનું ખૂબ જ સરળ બને.
આમ તો અવેદ્યસંવેદ્યપદ પહેલી ત્રણ દૃષ્ટિઓમાં પણ હતું, પરંતુ તેને જીતવા માટેની ભૂમિકા આ ચોથી દષ્ટિમાં જ પ્રાપ્ત થાય છે. એ પૂર્વે એવી ભૂમિકા જ ન હોવાથી ત્યાં તેને જીતવાનું કોઈ પણ રીતે શક્ય નથી અને આ ચોથી દષ્ટિમાં તો એવી ભૂમિકા તૈયાર હોવાથી અવેદ્યસંવેદ્યપદને જીતવાનું સહજ જ બને છે. આથી સમજી શકાશે કે અહીં ચોથી દૃષ્ટિમાં અવેદ્યસંવેદ્યપદને જીતવાના ઉપદેશની આવશ્યકતા નથી અને એ પૂર્વે એનો ઉપદેશ નિરર્થક બને છે. આથી જ આવા પ્રસંગે આગમને પ્રવર્તક ન માનતા અનુવાદપરક મનાય છે. પ્રસિદ્ધ અર્થને જણાવવું એ અનુવાદ છે અને અપ્રાપ્તની પ્રાપ્તિ માટે ઉપાય જણાવવો : એ ઉપદેશ છે. આગમ ઉપદેશક જ હોય છે - એવું નથી. ક્વચિત્ એ અનુવાદપરક પણ હોય છે - એમ યોગાચાર્યો વર્ણવે છે... અંતે ગ્રંથકાર પરમર્ષિએ જણાવેલી દિશાએ સત્સંગ અને આગમના યોગે અવેદ્યસંવેદ્યપદને જીતીને આપણે સૌ પરમાનંદના ભાજન બની રહીએ એ જ એક અભ્યર્થના. ૨૨-૩રા
॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां तारादित्रयद्वात्रिंशिका ॥
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥
એક પરિશીલન
૨૩૫