Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
___ आदर इति-आदरो यलातिशय इष्टाप्तौ । करणे प्रीतिरभिष्वङ्गात्मिका । अविघ्नः करण एवादृष्टसामर्थ्यादपायाभावः । सम्पदागमस्तत एव शुभभावपुण्यसिद्धेः । जिज्ञासा इष्टादिगोचरा । तज्ज्ञसेवा चेष्टादिज्ञसेवा । चशब्दात्तदनुग्रहः । एतत्सदनुष्यनलक्षणं तदनुबन्धसारत्वात् ।।२३-२४।।
આદર, કરવામાં પ્રીતિ, વિદ્ગોનો અભાવ, સંપદાનું આગમન, જિજ્ઞાસા, તજ્જ્ઞની સેવા અને તજ્જ્ઞોનો અનુગ્રહ: આ સદનુષ્ઠાનનું લક્ષણ છે.” – આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે સદનુષ્ઠાનવાળું જ્ઞાન અસંમોહબોધસ્વરૂપ છે. ઉપર જણાવેલા આદર વગેરે સદનુષ્ઠાનનાં લક્ષણ (પરિચાયક) છે. અનુષ્ઠાન સદ્ બને એ માટે આદર વગેરે લક્ષણો આત્મસાત્ કરવાનું આવશ્યક છે.
અનુષ્ઠાન કરતી વખતે જે પ્રયત્નાતિશય દેખાય તેને આદર કહેવાય છે. સદનુષ્ઠાનનું આ પ્રથમ લક્ષણ છે. આપણી શક્તિ કરતાં પણ વધારે કરવાનું મન થાય ત્યારે સમજવું કે આપણને ક્રિયા પ્રત્યે આદર છે. આદરનું આ સ્વરૂપ ખૂબ જ પ્રતીત છે. આપણને પ્રશસ્ત કે અપ્રશસ્ત ક્રિયા પ્રત્યે જ્યારે આદર હોય છે ત્યારે ખૂબ જ ઉત્કટ પ્રયત્નથી એ ક્રિયા(અનુષ્ઠાન) આપણે કરતા હોઈએ છીએ. નાના બાળકોમાં આ ખૂબ જ સ્પષ્ટપણે જોવા મળે છે. મોટાઓ જે જે પ્રવૃત્તિ કરતા હોય; તે પ્રવૃત્તિ કરવાનું તેમને મન થાય ત્યારે પોતાની શક્તિ બહારની એ પ્રવૃત્તિ તેઓ ખૂબ જ ઉલ્લાસથી કરતા હોય છે. ત્યારે તેઓ પોતાની શક્તિનો પણ વિચાર કરતા નથી. મુમુક્ષુ આત્માઓને વિહિત અનુષ્ઠાન પ્રત્યે આવો આદર હોવો જ જોઈએ. જેની ઉત્કટ ઇચ્છા હોય તેમાં તે ઇચ્છાના યોગે ઉત્કટ પ્રયત્ન થાય - એ સમજી શકાય છે. આવા વખતે કોઈ પણ અનુષ્ઠાનમાં પોતાની શક્તિનો જ વિચાર કરવાથી યોગની સાધનામાં આગળ વધવાનું કઈ રીતે શક્ય બને ? શક્તિ છુપાવવી; શક્તિના પ્રમાણમાં કાર્ય ન કરવું અને “શક્તિ ઉપરાંત કરીએ તો આગળ જતાં પ્રવૃત્તિ સાવ જ બંધ થઈ જશે' - એવી વિચારણા કરવી... આ બધાં લક્ષણો આદરના અભાવને સૂચવનારાં છે. અવિધિ, દ્રવ્યની અશુદ્ધિ, ક્ષેત્રની ઉપેક્ષા, કાળની અવગણના અને ભાવવિહીનતા... વગેરે ચિહ્નો અનાદરભાવનાં છે. યોગમાર્ગની સાધનામાં અનાદર જેવું કોઈ પાપ નથી. એ અનાદરથી સદનુષ્ઠાનની પ્રાપ્તિ થતી નથી. પરંતુ સદ્ભાગ્ય પ્રાપ્ત થયેલ અનુષ્ઠાન અસદ્ બને છે. તેથી ઈષ્ટ-મોક્ષાદિની પ્રાપ્તિ માટે પ્રયત્નાતિશય કરવા સ્વરૂપ આદરનો આદર કર્યા વિના ચાલે એવું નથી.
સદનુષ્ઠાનનું બીજું લક્ષણ કરવામાં પ્રીતિ (રતિ)' છે. અનુષ્ઠાન કરવાના પ્રસંગે જે પ્રીતિ અર્થાત્ અત્યંત આસક્તિ ઉત્પન્ન થાય છે; તેને સદનુષ્ઠાનનું બીજું લક્ષણ કરવામાં પ્રીતિ) કહેવાય છે. આદરપૂર્વક પ્રારંભેલાં તે તે અનુષ્ઠાનોની પ્રવૃત્તિ વખતે ગમે તેવી પ્રતિકૂળતા આવે; તોપણ તેની પ્રત્યેની પ્રીતિ બની રહે તો તે અનુષ્ઠાનની સદનુષ્ઠાનતાને જણાવે છે. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલાં પરમતારક અનુષ્ઠાનો તેઓશ્રીની પરમતારક આજ્ઞાનુસાર કરીએ તો
૨૫૮
કુતર્કગ્રહનિવૃત્તિ બત્રીશી