Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 269
________________ प्रकारान्तरमाहદેશનાનો ભેદ જે કારણથી જણાય છે તે પ્રકારમંતરથી જણાવાય છે– चित्रा वा देशना तत्तन्नयैः कालादियोगतः । यन्मूला तत्प्रतिक्षेपोऽयुक्तो भावमजानतः ॥२३-२९॥ चित्रेति-वाऽथवा । तत्तन्नयै र्द्रव्यास्तिकादिभिः । कालादियोगतो दुःषमादियोगमाश्रित्य । यन्मूला यद्वचनानुसारिणी । चित्रा नानारूपा देशना कपिलादीनामृषीणां । तस्य सर्वज्ञस्य प्रतिक्षेपः । भावं तत्तद्देशनानयाभिप्रायमजानतोऽयुक्तः । आर्यापवादस्यानाभोगजस्यापि महापापनिबन्धनत्वात् । तदुक्तं“यद्वा तत्तत्रयापेक्षा तत्तत्कालादियोगतः । ऋषिभ्यो देशना चित्रा तन्मूलैषापि तत्त्वतः ।।१।। तदभिप्रायमज्ञात्वा न ततोऽर्वाग्दृशां सताम् । युज्यते तत्प्रतिक्षेपो महानर्थकरः परः ॥२॥ निशानाथप्रतिक्षेपो यथान्धानामसङ्गतः । तदेदपरिकल्पश्च तथैवार्वाग्दृशामयम् ।।३।। न युज्यते प्रतिक्षेपः सामान्यस्यापि तत्सताम् । आर्यापवादस्तु पुनर्जिह्वाच्छेदाधिको मतः ।।४। कुदृष्ट्यादि च नो सन्तो भाषन्ते प्रायशः क्वचित् । निश्चितं सारवच्चैव किं तु सत्त्वार्थकृत्सदा ।।५।।” ।।२३-२९।। “જેના આધારે તે તે નયથી કાલાદિને આશ્રયીને ભિન્ન પ્રકારની દેશના કપિલાદિની પ્રવર્તેલી છે, તેના ભાવને ન જાણનાર માટે તેનો પ્રતિષેધ કરવો યુક્ત નથી.” - આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે પૂર્વોક્ત રીતે શ્રોતાઓના વિભેદથી સર્વજ્ઞ ભગવંતોની દેશનામાં ભેદ જણાય છે. અથવા તે દ્રવ્યાસ્તિકાદિ નયોની અપેક્ષાએ અને દુઃષમાદિકાળને આશ્રયીને એ દેશનાઓ કપિલાદિએ આપેલી. તે ભિન્ન ભિન્ન પ્રકારની દેશના જે વચનના આધારે પ્રવર્તેલી છે, તે વચનાદિ ભાવોને જે જાણતા નથી તેઓએ તે દેશનાના દેશક સર્વજ્ઞપરમાત્માની પ્રતિષેધ(ખંડન) કરવો એ ઉચિત નથી. કારણ કે અજ્ઞાનમૂલક પણ કરેલો આર્યાપવાદ મહાપાપનું કારણ બને છે. એ વાતને જણાવતાં યોગદૃષ્ટિ સમુચ્ચયમાં (શ્લો.નં. ૧૩૮ થી ૧૪૨) ફરમાવ્યું છે કે, “અથવા દ્રવ્યાસ્તિકાયાદિ તે તે નયોની અપેક્ષાએ દુઃષમાદિ કાળને આશ્રયીને કપિલાદિ ઋષિઓથી પ્રવર્તેલી દેશના ભિન્ન ભિન્ન પ્રકારની છે. એ દેશના પણ સાવ આધાર વિનાની નથી. કારણ કે તે પણ તત્ત્વથી સર્વજ્ઞમૂલક છે. (૧૩૮)” “તેથી સર્વજ્ઞ પરમાત્માનો અભિપ્રાય જાણ્યા વિના સ્થૂલદષ્ટિવાળા પ્રમાતા(પ્રામાણિક)ઓને; મહાનર્થને કરનારો સર્વજ્ઞપ્રતિષેધ કરવાનું ઉચિત નથી. (૧૩૯)” “જેમ દૃષ્ટિથી વિકલ એવા અંધપુરુષોને ચંદ્રમાનો વિરોધ કરવાનું ઉચિત નથી : જેમ કે ચંદ્રમાં ગોળ નથી, વાંકો નથી, ચોરસ છે... ઇત્યાદિ રીતે ચંદ્રમાના ભેદો(વિશેષ ધર્મો)ની પરિકલ્પના કરવાનું અંધ પુરુષો માટે ઉચિત નથી; તેમ સર્વજ્ઞ-પરમાત્મામાં ભેદની પરિકલ્પના કરવાનું અગ્દષ્ટિવાળા છદ્મસ્થો માટે ઉચિત નથી. II૧૪ળા” સામાન્યથી કોઇ ૨૬૬ કુતર્કગ્રહનિવૃત્તિ બત્રીશી

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274