Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 271
________________ ज्ञायेरन् हेतुवादेन, पदार्था यद्यतीन्द्रियाः । સાજોનતાવતા પ્રાક્ષ, કૃતઃ ચારેષ નિશા: રરૂ-રૂકાઈ ज्ञायेरन्निति-हेतुवादेनानुमानवादेन । यदि अतीन्द्रिया धर्मादयः पदार्था ज्ञायेरन् । तदा एतावता कालेन प्राज्ञैस्तार्किकैस्तेषु अतीन्द्रियेषु पदार्थेषु निश्चयः कृतः स्याद्, उत्तरोत्तरतर्कोपचयात् ।।२३-३१।। અનુમાનવાદથી જો અતીન્દ્રિય પદાર્થો જણાતા હોત તો આટલા કાળમાં બુદ્ધિમાનો દ્વારા તેનો નિશ્ચય થઈ ગયો હોત.” - આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો કહેવાનો આશય એ છે કે આજ સુધીમાં અનંતો કાળ વીત્યો છે. આ કાળમાં અનંતા તાર્કિકો થઈ ગયા છે. પરંતુ અત્યાર સુધી અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય તેઓથી થયો નથી. અનુમાનથી જ જો અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય થઈ શકતો હોત તો ઉત્તરોત્તર તાર્કિકોના પ્રબળ તર્કથી તેનો નિર્ણય ક્યારનોય થઈ ગયો હોત. આથી સ્પષ્ટ છે કે અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય અનુમાન દ્વારા શક્ય નથી, સર્વજ્ઞપરમાત્માના પરમતારક વચનથી જ એ શક્ય છે. ૨૩-૩૧II પ્રકરણાર્થનો ઉપસંહાર કરાય છે– तत्कुतर्कग्रहस्त्याज्यो, ददता दृष्टिमागमे । प्रायो धर्मा अपि त्याज्याः, परमानन्दसम्पदि ॥२३-३२॥ तदिति-तत्तस्मात् कुतर्कग्रहः शुष्कतर्काभिनिवेशः त्याज्यो दृष्टिमागमे ददता । परमानन्दसम्पदि मोक्षसुखसम्पत्तौ प्रायो धर्मा अपि क्षायोपशमिकाः क्षान्त्यादयस्त्याज्याः । ततः कुतर्कग्रहः सुतरां त्याज्य एव । क्वचिदपि ग्रहस्यासङ्गानुष्ठानप्रतिपन्थित्वेनाश्रेयस्त्वादिति भावः । क्षायिकव्यवच्छेदार्थं प्रायोग्रहणं । तदिदमुक्तं-“न चैतदेवं यत्तस्माच्छुष्कतर्कग्रहो महान् । मिथ्याभिमानहेतुत्वात्त्याज्य एव मुमुक्षुभिः ।।१।। ग्रहः सर्वत्र तत्त्वेन मुमुक्षूणामसङ्गतः । मुक्तौ धर्मा अपि प्रायस्त्यक्तव्याः किमनेन तत् ।।२।।” इति //રરૂ-રૂરી. તેથી આગમમાં દષ્ટિ આપનારે કુતર્કનો ત્યાગ કરવો જોઇએ. કારણ કે પરમાનંદસ્વરૂપ મોક્ષની સંપત્તિમાં પ્રાયઃ ધર્મનો પણ ત્યાગ કરવાનો હોય છે; તેથી કુતર્કોનો તો ત્યાગ અવશ્ય કરવો જોઈએ.” - આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે; આગમમાં જ જેઓ દૃષ્ટિ આપતા હોય અથતુ આગમના જ અનુસાર જેઓ પ્રવૃત્તિ કરતા હોય તેઓએ શુષ્કતનો અભિનિવેશ ત્યજવો જોઇએ. કોઈ પણ વસ્તુનો સ્વીકાર કરવાની ભાવના ન હોય અને માત્ર તેના નિરાકરણ માટે તર્કનું પ્રતિપાદન કરાય, ત્યારે તે તર્કને શુષ્કતર્ક કહેવાય છે. એવા શુષ્કતર્કનો આગ્રહ; આગમમાં જ જેમની દષ્ટિ સ્થિર છે એવા આત્માઓ માટે ઉચિત નથી. શ્રી સર્વજ્ઞપરમાત્માના પરમતારક વચન સ્વરૂપ આગમ કરતાં પોતાના જ્ઞાન પ્રત્યે જયારે વધારે વિશ્વાસ હોય છે ત્યારે આ શુષ્કતકનો અભિનિવેશ જન્મે છે. ૨૬૮ કુતર્કગ્રહનિવૃત્તિ બત્રીશી

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274