Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
પણ માણસનો પરિક્ષેપ યુક્ત નથી. તો પછી મુનિઓના અપવાદ અંગે પૂછવાનું શું? એ મુનિઓના સર્વજ્ઞપણાના પરિભવ સ્વરૂપ આર્યાપવાદથી; તેવા પ્રકારનું મહાપાપ થવાના કારણે જીભ કપાયાથી પણ અધિક દોષ મનાય છે. ૧૪૧” આ ખરાબ-નિંદનીય છે. ઇત્યાદિ કુસ્ય સંતો-મુનિઓ બોલતા નથી. પરંતુ નિશ્ચિત કામનું(સાર્થક) બીજાના ઉપકારનું કારણભૂત એવું સદાને માટે બોલે છે. ૧૪રા”... ઇત્યાદિ યોગદષ્ટિ સમુચ્ચયપ્રકરણથી સમજી લેવું જોઈએ. ર૩-૨લા
तस्मात्सर्वज्ञवचनमनुसृत्यैव प्रवर्तनीयं, न तु तद्विप्रतिपत्त्यानुमानाद्यास्थया स्थेयं, तदननुसारिणस्तस्याव्यवस्थितत्वादित्यत्रभर्तृहरिवचनमनुवदन्नाह
આથી સ્પષ્ટપણે સમજી શકાશે કે સર્વજ્ઞ પરમાત્માઓમાં તાત્ત્વિક રીતે કોઈ ભેદ નથી; તેથી તેઓશ્રીના પરમતારક વચનનું અનુસરણ કરીને જ પ્રવર્તવું જોઈએ. પરંતુ તેઓશ્રીના વિષયમાં વિવાદ કરીને અનુમાનાદિમાં આસ્થા કરી તેના આશ્રયે રહેવું ના જોઈએ. કારણ કે સર્વજ્ઞ પરમાત્માના પરમતારક વચનનું અનુસરણ નહીં કરનાર અનુમાન પોતે જ વ્યવસ્થિત નથી – આ વાતનું સમર્થન ભર્તુહરિના વચનથી કરાય છે
यत्नेनानुमितोऽप्यर्थः, कुशलैरनुमातृभिः ।
૩મયુરન્યરચર્થવોપપદ્યતે રરૂ-રૂા. यत्नेनेति-यत्नेनासिद्धत्वादिदोषनिरासप्रयासेनानुमितोऽप्यर्थः । कुशलैर्व्याप्तिग्रहादिदक्षैरनुमातृभिरभियुक्ततरैरधिकव्याप्त्यादिगुणदोषव्युत्पत्तिकैरन्यैरन्यथैवासिद्धत्वादिनैवोपपद्यते ॥२३-३०॥
કુશળ એવા અનુમાન પ્રમાણવાદીઓ દ્વારા પ્રયત્નપૂર્વક અનુમાન પ્રમાણથી સિદ્ધ કરેલો પણ અર્થ; એના કરતાં અધિક કુશળ એવા અનુમાનપ્રમાણવાદીઓ દ્વારા બીજી જ રીતે ઉપપન્ન બને છે.” - આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વ્યાતિગ્રહપરામર્શ... વગેરેમાં જેઓ કુશળ છે; એવા અનુમાનકર્તાઓ દ્વારા ખૂબ જ ધ્યાન રાખીને અસિદ્ધિ બાધ વ્યભિચાર...વગેરે દોષોની પ્રાપ્તિનો પ્રસંગ આવી ન જાય એ રીતે પ્રયત્નપૂર્વક કરેલા અનુમાનથી સિદ્ધ થયેલા પણ અર્થને; એ અનુમાનકર્તાઓ કરતાં જેઓ અધિક જ્ઞાની છે એવા કુશલતર અનુમાનપ્રમાણના વિદ્વાનો તદ્દન વિપરીત રીતે જ સિદ્ધ કરતા હોય છે. તેથી અતીન્દ્રિય અર્થની સિદ્ધિ માટે સર્વજ્ઞભગવંતના વચન સિવાય બીજું કોઈ જ વિશ્વસનીય પ્રમાણ નથી. ૨૩-૩૦ના
अभ्युच्चयमाह
અતીન્દ્રિય અર્થની સિદ્ધિ માટે ઉપર જણાવ્યા મુજબ અનુમાન પ્રમાણમાં આસ્થા રાખવાનું નિરર્થક છે. એ વાતના સમર્થન માટે કારણાંતર જણાવાય છે. અર્થાત્ ઉક્તાર્થમાં યુફત્યંતર જણાવવા સ્વરૂપ અભ્યશ્ચય કહેવાય છે–
એક પરિશીલન
૨૬૭