Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 268
________________ ઉપર જણાવ્યા મુજબ શિષ્યોને અનુસરીને સર્વજ્ઞ ભગવંતોની દેશનામાં ભેદ છે તેમ જ બીજી રીતે પણ તેમાં ભેદ છે, તે જણાવાય છે– तयैव बीजाधानादे, र्यथाभव्यमुपक्रिया । अचिन्त्यपुण्यसामर्थ्यादेकस्या वा विभेदतः ॥२३-२८॥ तयैवेति-तयैव चित्रदेशनयैव । बीजाधानादेर्भवोद्वेगादिभावलक्षणात् । यथाभव्यं भव्यसदृशम् । उपक्रिया उपकारो भवति । यदुक्तं-“यस्य येन प्रकारेण बीजाधानादिसम्भवः । साधु बन्धो भवत्येते तथा तस्य जगुस्ततः ।।१।।” एकस्या वा तीर्थकरदेशनाया अचिन्त्यपुण्यसामर्थ्यादनिर्वचनीयपरबोधाश्रयोपात्तकर्मविपाकाद्विभेदतः श्रोतृभेदेन विचित्रतया परिणमनाद्यथाभव्यमुपक्रिया भवतीति न देशनावैचित्र्यात्सर्वज्ञवैचित्र्यसिद्धिः । यदाह-“एकापि देशनैतेषां यद्वा श्रोतृविभेदतः । अचिन्त्यपुण्यसामर्थ्यात्तथा चित्रावभासते ।।१।। यथाभव्यं च सर्वेषामुपकारोऽपि तत्कृतः । जायतेऽवन्ध्यताप्येवमस्याः सर्वत्र सुस्थिता ।।२।।" //રરૂ-૨૮. તે ભિન્ન ભિન્ન પ્રકારની જ દેશના વડે ભવ્ય જીવોને પોતાની યોગ્યતા પ્રમાણે ભવોઢેગાદિ સ્વરૂપ યોગનાં બીજોનું આધાન થવાથી ઉપકાર થાય છે - આ પ્રમાણે શ્લોકના પૂર્વાર્ધનો અર્થ સ્પષ્ટ છે. એ મુજબ યોગદષ્ટિ સમુચ્ચયમાં (શ્લો.નં.૧૩૫) ફરમાવ્યું છે કે “જે જીવોને જે, આત્માદિની નિત્યતા વગેરે સંબંધી દેશનાથી યોગનાં બીજોનું સાનુબંધ (ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિવાળું) આધાન થાય છે; તે પ્રમાણે તે જીવોને સર્વજ્ઞભગવંતોએ દેશના આપી.” સર્વજ્ઞભગવંતોની દેશનાના ભેદનું બીજું પણ કારણ જણાવાય છે - રિન્ય. ઇત્યાદિ શ્લોકના ઉત્તરાર્ધ દ્વારા; જેનો આશય સ્પષ્ટ છે કે શ્રી તીર્થંકરપરમાત્માની દેશના એક જ હોવા છતાં અચિંત્ય પુણ્યસામર્થ્યથી અર્થાત્ જેનું નિરૂપણ ન કરી શકાય એવા; બીજા જીવોને સમ્યગ્દર્શનાદિન નિમિત્તભૂત; પૂર્વભવમાં ઉપાર્જેલા શ્રી તીર્થકર નામકર્મના વિપાકને લઈને શ્રોતાઓના ભેદથી એ પરમતારક દેશના તેમને જુદી જુદી રીતે પરિણમતી હોવાથી ભવ્યત્વને અનુરૂપ ઉપકાર થતો હોય છે. તેથી દેશના વિચિત્ર - જુદા જુદા પ્રકારની જણાય છે. એટલા માત્રથી સર્વજ્ઞોમાં ભેદની સિદ્ધિ થતી નથી. એ પ્રમાણે યોગદષ્ટિ સમુચ્ચયમાં (શ્લો.નં. ૧૩૬૧૩૭) જણાવ્યું છે કે – શ્રી સર્વજ્ઞ પરમાત્માઓની એક પણ દેશના; અચિંત્ય પુણ્યના સામર્થ્યથી શ્રોતાઓના ભેદને લઈને તથાભવ્યત્વને અનુસાર તે તે રૂપે પરિણમતી હોવાથી ભિન્ન ભિન્ન પ્રકારે જણાય છે. આટલામાત્રથી એવી દેશનાથી કોઈ ગુણ-લાભ નથી – એમ કહેવાનું ઉચિત નથી; કારણ કે ભવ્યત્વને અનુસાર તે દેશનાથી ઉપકાર પણ થાય છે. પૂર્વે જણાવ્યા મુજબ બીજાધાનાદિના કારણે તે તે દેશના નિષ્ફળ પણ નથી, સફળ છે તેથી સર્વત્ર એ સુસ્થિત છે... ઇત્યાદિ વિચારવું જોઈએ. ર૩-૨૮ એક પરિશીલન ૨૬૫

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274