Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 264
________________ છે. કહેવાનો આશય એ છે કે બુદ્ધિ વગેરેના કારણે જેમ અનુષ્ઠાનમાં ભેદ છે તેમ તેના ફળને આશ્રયીને પણ અનુષ્ઠાનમાં ભેદ છે – એ વાત તે તે અનુષ્ઠાનના ફળનું વર્ણન કરવા દ્વારા સૂચવી છે. બુદ્ધિપૂર્વકનાં કર્મો સંસારમાં પરિભ્રમણ કરાવનારાં જ બને છે. કારણ કે બુદ્ધિપૂર્વકનાં કમમાં પોતાની કલ્પનાનું જ પ્રાધાન્ય હોય છે. આગમનું પ્રાધાન્ય હોતું નથી. માત્ર પોતાને જે ઠીક લાગે તેમ તે અનુષ્ઠાનો કરાય છે. એ અનુષ્ઠાનોમાં; શાસ્ત્રમાં વર્ણવેલા હેયોપાદેય વગેરેના વિવેકનો આદર કરવામાં આવેલો હોતો નથી. તેથી વિપાકની વિરસતાને કારણે બુદ્ધિ(ઇન્દ્રિયમાત્રથી જ ઉત્પન્ન જ્ઞાનીપૂર્વકનાં અનુષ્ઠાનો સંસારમાં પરિભ્રમણ કરાવનારાં જ બને છે. યોગદષ્ટિ સમુચ્ચય'માં (શ્લો.નં. ૧૨૪) આ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે “આ લોકમાં બધા પ્રાણીઓને બુદ્ધિપૂર્વકનાં અનુષ્ઠાનો; શાસ્ત્રપૂર્વક ન હોવાથી સંસારસ્વરૂપ જ (ભવભ્રમણ જ) ફળને આપનારાં બને છે. કારણ કે ચોક્કસ જ તે વિરસવિપાકવાળા હોય છે.” જ્ઞાનપૂર્વકનાં એ કર્મો મુક્તિ માટે થાય છે. કારણ કે તેવા પ્રકારના વિવેક સ્વરૂપ સંપત્તિથી ઉત્પન્ન થયેલી અને અમૃતશક્તિદેવી શ્રુતશક્તિથી એ અનુષ્ઠાન થયેલાં હોય છે. તેથી જ્ઞાનપૂર્વકનાં (આગમપૂર્વકના જ્ઞાનને જ્ઞાનસ્વરૂપ બોધ કહેવાય છે.) એ કર્મોથી નિઃશ્રેયસમોક્ષની પ્રાપ્તિ થાય છે. યોગદષ્ટિ સમુચ્ચયમાં આ અંગે ફરમાવ્યું છે કે- જ્ઞાનપૂર્વકનાં એ જ અનુષ્ઠાનો મુક્તિનાં અંગ બને છે. કુલયોગીઓને અમૃતની શક્તિ જેવી શ્રુતશક્તિના અનુવેધથી ઉત્તરોત્તર અનુબંધ દ્વારા એ અનુષ્ઠાનો મોક્ષનું અંગ બને છે. આથી સમજી શકાશે કે જ્ઞાનપૂર્વકનાં અનુષ્ઠાનો કુલયોગીઓને જ પ્રાપ્ત થાય છે. જે યોગીઓના કુળમાં જન્મ્યા છે અને તેમના ધર્મનું અનુસરણ કરે છે, તેમને કુલયોગી કહેવાય છે. એ યોગીઓ જે અનુષ્ઠાન કરે છે, તેમાં શ્રુતશક્તિનો અનુવેધ (એક રસથી સમાવેશ) હોય છે. એવી અમૃતશક્તિ જેવી શ્રુતશક્તિનો સમાવેશ ન હોય તો તે કુલયોગીઓમાં મુખ્ય કુલયોગિત્વ જ હોતું નથી. જ્ઞાનપૂર્વકના આ અનુષ્ઠાનના કારણે ઉત્તરોત્તર શુભાનુબંધની પ્રાપ્તિ થવાથી કુલયોગીઓને એ અનુષ્ઠાનો મુક્તિનાં અંગ બને છે. તાત્ત્વિક અનુબંધો મુત્યંગસ્વરૂપ જ હોય છે. જે અનુબંધ મોક્ષનાં અંગ ન બને એ વસ્તુતઃ અનુબંધ જ નથી. ર૩-૨પા અસંમોહસ્વરૂપ બોધપૂર્વકના અનુષ્ઠાનનું ફળ વર્ણવાય છે– असम्मोहसमुत्थानि, योगिनामाशु मुक्तये । भेदेऽपि तेषामेकोऽध्या, जलधौ तीरमार्गवत् ॥२३-२६॥ असम्मोहेति-असम्मोहसमुत्थानि तु कर्माणि । योगिनां भवातीतार्थयायिनाम् । आशु शीघ्रं न पुननिपूर्वकवदभ्युदयलाभव्यवधानेऽपि मुक्तये भवन्ति । यथोक्तम्-“असम्मोहसमुत्थानि त्वेकान्तपरिशुद्धितः। निर्वाणफलदान्याशु भवातीतार्थयायिनाम् ॥१॥ प्राकृतेष्विह भावेषु येषां चेतो निरुत्सुकम् । એક પરિશીલન ૨૬૧

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274