Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
इष्टापूर्तानि कर्माणि, लोके चित्राभिसन्धितः ।
फलं चित्रं प्रयच्छन्ति, तथाबुद्ध्यादिभेदतः ॥२३-२२॥ इष्टापूर्तानीति-इष्टापूर्तानि कर्माणि लोके चित्राभिसन्धितः संसारिदेवस्थानादिगतविचित्राध्यवसायात् । मृदुमध्याधिमात्ररागादिरूपात् । तथा बुद्ध्यादीनां वक्ष्यमाणलक्षणानां भेदतः फलं चित्रं नानारूपं प्रयच्छन्ति । विभिन्नानां नगराणामिव विभिन्नानां संसारिदेवस्थानानां प्राप्तेरुपायस्यानुष्ठानस्याभिसन्ध्यादिभेदेन विचित्रत्वात् । तदुक्तं-“संसारिणां हि देवानां यस्माच्चित्राण्यनेकधा । स्थित्यैश्वर्यप्रभावादौ स्थानानि प्रतिशासनम् ।।१।। तत्तस्मात्साधनोपायो नियमाच्चित्र एव हि । न भिन्ननगराणां स्यादेकं वर्त्म कदाचन //રા” રિરૂ-૨૨
લોકમાં, ભિન્ન ભિન્ન આશયથી થતાં ઇષ્ટ અને પૂર્વ કર્મો બુદ્ધિ વગેરે ભેદથી જુદા જુદા ફળને આપે છે.” આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આશયવિશેષના કારણે ફળવિશેષ પ્રાપ્ત થાય છે. તેથી સંસારી દેવોની જુદા જુદા પ્રકારની ભક્તિથી જુદા જુદા ફળની પ્રાપ્તિ થાય છે – આ વાત લોકપ્રસિદ્ધ દષ્ટાંતથી સમજાવી છે.
યજ્ઞના આયોજકોએ; મંત્રસંસ્કારો વડે બ્રાહ્મણોની સમક્ષ બીજા લોકોને જે સુવર્ણાદિ આપ્યું છે તેને ઇષ્ટકર્મ કહેવાય છે અને વાવડી કૂવાતલાવ દેવકુલિકા અન્નપ્રદાન.. વગેરે કામોને પૂર્તકર્મો કહેવાય છે. સંસારી દેવના સ્થાન ઐશ્વર્ય પ્રભાવ અને સ્થિતિ... વગેરે સંબંધી અધ્યવસાય વિશેષના કારણે થનારાં ઈષ્ટાપૂર્વકમથી અર્થાત્ મૃદુ મધ્ય અને અધિમાત્ર (મંદમધ્યમ અને ઉત્કૃષ્ટ) રાગાદિ સ્વરૂપ તાદશ અધ્યવસાયવિશેષથી થનારાં ઈષ્ટાપૂર્ત કર્મોથી; બુદ્ધિ જ્ઞાન અને અસંમોહના કારણે જુદાં જુદાં ફળ પ્રાપ્ત થાય છે. જુદાં જુદાં નગરોની જેમ જુદાં જુદાં દેવોના સ્થાનાદિની પ્રાપ્તિનાં ઉપાયભૂત અનુષ્ઠાનો અધ્યવસાયના ભેદથી ભિન્ન ભિન્ન છે. જેમ જુદાં જુદાં નગરોમાં જવાનો માર્ગ એક નથી. તેમ જુદાં જુદાં દેવસ્થાનોની પ્રાપ્તિનો ઉપાય પણ એક નથી.
એ વાતને જણાવતાં યોગદષ્ટિ સમુચ્ચયમાં ફરમાવ્યું છે કે (જુઓ ગ્લો.નં. ૧૧૩-૧૧૪) લોકપાલાદિ સંસારી દેવોની સ્થિતિ, ઐશ્વર્ય, પ્રભાવ, સ્વાભાવિક રૂપ વગેરેને લઈને તેમનાં વિમાનો વગેરે દરેક લોકમાં જે કારણથી જુદાં જુદાં છે તેથી સંસારી દેવોના સ્થાનને સિદ્ધ કરવાના ઉપાયો પણ ચોક્કસ જ અનેક પ્રકારના જ હોય છે. ભિન્ન ભિન્ન નગરોનો માર્ગ, કોઈ પણ રીતે એક ન જ હોય અને જો હોય તો; તે તે નગરોમાં ભિન્નત્વ સંગત થશે નહીં. ll૨૩-૨૨ા.
બુદ્ધિ વગેરેના કારણે એક જ પ્રકારના અનુષ્ઠાનથી જુદું જુદું ફળ પ્રાપ્ત થાય છે. ત્યાં બુદ્ધિ વગેરેનું સ્વરૂપ વર્ણવાય છે–
बुद्धिर्ज्ञानमसम्मोहस्त्रिविधो बोध इष्यते । रत्नोपलम्भतज्ज्ञानतदवाप्तिनिदर्शनात् ॥२३-२३॥
૨૫૬
કુતર્કગ્રહનિવૃત્તિ બત્રીશી