Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 260
________________ बुद्धिरिति-बुद्धिस्तथाविधोहरहितं शब्दार्थश्रवणमात्रजं ज्ञानं । यदाह-“इन्द्रियार्थाश्रया बुद्धिः” । ज्ञानं तथाविधोहेन गृहीतार्थतत्त्वपरिच्छेदनं । तदाह-“ज्ञानं त्वागमपूर्वकम्” । असम्मोहो हेयोपादेयत्यागोपादानोपहितं ज्ञानं । यदाह-“सदनुष्ठानवच्चैतदसम्मोहोऽभिधीयते” । एवं त्रिविधो बोध इष्यते स्वस्वपूर्वाणां कर्मणां भेदसाधकः “तदेदात्सर्वकर्माणि भिद्यन्ते सर्वदेहिनाम्” इति वचनात् । रत्नोपलम्भतज्ज्ञानतदवाप्तीनां निदर्शनात् । यथा हापलम्भादिभेदादलग्रहणभेदस्तथा प्रकृतेऽपि बुझ्यादिभेदादनुष्ठानभेद इति ।।२३-२३।। રત્નનો ઉપલંભ, રત્નનું જ્ઞાન અને રત્નની પ્રાપ્તિના દૃષ્ટાંતથી અનુક્રમે બુદ્ધિ જ્ઞાન અને અસંમોહ સ્વરૂપ બોધના ત્રણ પ્રકાર છે. અર્થાત્ ત્રણ પ્રકારનો બોધ છે.” - આ પ્રમાણે ત્રેવીસમાં શ્લોકનો સામાન્યર્થ છે. એનું તાત્પર્ય એ છે કે તેવા પ્રકારની વિચારણાથી(ઊહથી) રહિત માત્ર શબ્દાર્થશ્રવણથી ઉત્પન્ન થયેલા જ્ઞાનને બુદ્ધિસ્વરૂપ બોધ કહેવાય છે. એનું સ્વરૂપ વર્ણવતાં યોગદષ્ટિ સમુચ્ચયમાં (ગ્લો.નં. ૧૨૧) ફરમાવ્યું છે કે માત્ર ઇન્દ્રિયના કારણે જે અર્થનું જ્ઞાન થાય છે, તે બુદ્ધિ છે. તીર્થયાત્રાએ જતા એવા લોકોને જોઇને ત્યાં જવાનું મન થાય. એ વખતે બીજો કોઈ વિચાર ન આવે. શા માટે તીર્થયાત્રાએ જવાનું? તીર્થયાત્રા અંગેનો વિધિ કયો છે? અને તીર્થ કોને કહેવાય?... ઇત્યાદિ વિચારણાથી રહિત જે તીર્થયાત્રાએ જવાનો બોધ છે તે બુદ્ધિસ્વરૂપ બોધ છે. બુદ્ધિથી ગ્રહણ કરેલા અર્થના તત્ત્વનો પરિચ્છેદ કરવા સ્વરૂપ જ્ઞાન છે, જે તેવા પ્રકારની વિચારણાથી થાય છે. એ પ્રમાણે યોગદષ્ટિ સમુચ્ચયના શ્લો.નં. ૧૨૧માં જ્ઞાનનું સ્વરૂપ જણાવતાં ફરમાવ્યું છે કે આગમપૂર્વકના બોધને જ્ઞાન કહેવાય છે. તીર્થયાત્રાના વિધિના જ્ઞાનની જેમ આ જ્ઞાન આગમપૂર્વક હોય છે. હેય અને ઉપાદેયના અનુક્રમે ત્યાગ અને ઉપાદાન(ગ્રહણ કરવું)થી સંબદ્ધ જ્ઞાનને અસંમોહસ્વરૂપ બોધ કહેવાય છે. એ મુજબ યોગદષ્ટિ સમુચ્ચયમાં ફરમાવ્યું છે કે – સદનુષ્ઠાનવાળું આ જ્ઞાન અસંમોહસ્વરૂપ બોધ છે, જે બોધરાજ તરીકે પ્રસિદ્ધ છે. આ પ્રમાણે ત્રણ પ્રકારનો બોધ મનાય છે, જે પોતપોતાની (તે તે બોધની) પૂર્વે રહેલાં કર્મોનો (અનુષ્ઠાનોનો) ભેદક બને છે. કારણ કે “બધા જીવોનાં બધાં અનુષ્ઠાનો તે બોધના ભેદથી ભિન્ન બને છે.” - આ પ્રમાણે વચન છે. (યોગદષ્ટિ સમુચ્ચય શ્લો.નં. ૧૨૦) રત્નનો ઉપલંભ, રત્નનું જ્ઞાન અને રત્નની પ્રાપ્તિના દષ્ટાંતથી ત્રણ પ્રકારના બોધનું સ્વરૂપ સમજી લેવું. રત્નનો ઉપલંભ (જોવું વગેરે), રત્નનું જ્ઞાન (જાણવું) અને રત્નની પ્રાપ્તિના કારણે જેમ તેના ગ્રહણમાં ફરક પડે છે તેમ અહીં પણ બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહના કારણે અનુષ્ઠાનમાં ભેદ પડે છે. ૨૩-૨૩ જે અનુષ્ઠાનને લઇને અસંમોહસ્વરૂપ બોધરાજની પ્રાપ્તિ થાય છે; તે સદનુષ્ઠાનનું લક્ષણ જણાવાય છે– आदरः करणे प्रीतिरविघ्नः सम्पदागमः । जिज्ञासा तज्ज्ञसेवा च, सदनुष्ठानलक्षणम् ।।२३-२४॥ એક પરિશીલન ૨૫૭.

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274