Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
तत्त्वत इति-तत्त्वतो धर्मवादापेक्षया तात्पर्यग्रहात् शास्त्रभेदश्च नास्ति । शास्तृणां धर्मप्रणेतृणामभेदतः । तत्तन्नयापेक्षदेशनाभेदेनैव स्थूलबुद्धीनां तद्भेदाभिमानाद् । अत एवाह-ततस्तस्मात्तदधिमुक्तीनां शास्तृश्रद्धावतां तददाश्रयणं शास्तृभेदाङ्गीकरणं मोहोऽज्ञानं । निर्दोषत्वेन सर्वेषामैक्यरूप्यात् । तदुक्तं“ન તવતો મિત્ર-તા: સર્વજ્ઞા વદવો યત: | મોહસ્તવધિમુક્કીનાં તજેવાશ્રય તત: Iકા” Iરરૂ-૧૪||
શાસ્ત્રકારપરમર્ષિઓમાં કોઈ ભેદ ન હોવાથી તત્ત્વને આશ્રયીને તેઓશ્રીનાં બનાવેલાં શાસ્ત્રોમાં પણ કોઈ ભેદ નથી તેથી શાસ્ત્રકારશ્રીમાં જેમને શ્રદ્ધા છે; એવા મુમુક્ષુઓ જો શાસ્ત્રને ભિન્ન ભિન્ન માને તો તે તેમનું અજ્ઞાન છે.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય એ છે કે તત્ત્વને આશ્રયીને અર્થાત્ ધર્મવાદની અપેક્ષાએ તાત્પર્ય ગ્રહણ કરવાના કારણે ખરી રીતે શાસ્ત્રમાં કોઈ ભેદ નથી. બધાનું તાત્પર્ય એક જ છે. ધર્મના પ્રણેતાઓમાં કોઈ ભેદ ન હોવાથી ધર્મના તાત્પર્યમાં ભેદ નથી. ધર્મપ્રણેતાઓ જીવવિશેષની યોગ્યતા મુજબ તે તે નયસાપેક્ષ દેશના આપતા હોવાથી; તે દેશનાના ભેદના કારણે કોઈ વાર ધર્મના પ્રણેતાઓમાં ભેદ જણાય. પણ તે વાસ્તવિક નથી આભિમાનિક છે. આથી જ આ શ્લોકના ઉત્તરાર્ધથી જણાવાયું છે કે શાસ્ત્ર અને તેના પ્રણેતાઓમાં ઉપર જણાવ્યા મુજબ વાસ્તવિક ભેદ ન હોવાથી જેમને શાસ્ત્રકારશ્રીની પ્રત્યે શ્રદ્ધા છે; એ શ્રદ્ધાળુઓ જો શાસ્ત્રકર્તાઓમાં ભેદ સ્વીકારે તો તે તેમનો મોહ(અજ્ઞાન) છે. અર્થાત્ તે તે શાસ્ત્રકર્તાઓમાં ભેદનો સ્વીકાર મોહથી થાય છે. મોહજન્ય તાદેશ ભેદાશ્રયણ પ્રામાણિક નથી. ર૩-૧૪
શાસ્ત્રકર્તાઓમાં ભેદ નથી : એનું કારણ જણાવાય છે
सर्वज्ञो मुख्य एकस्तत्प्रतिपत्तिश्च यावताम् ।
सर्वेऽपि ते तमापन्ना, मुख्यं सामान्यतो बुधाः ॥२३-१५॥ सर्वज्ञ इति-सर्वज्ञो मुख्यस्तात्त्विकाराधनाविषय एकः, सर्वज्ञत्वजात्यविशेषात् । तदुक्तं-“सर्वज्ञो नाम यः कश्चित् पारमार्थिक एव हि । स एक एव सर्वत्र व्यक्तिभेदेऽपि तत्त्वतः ।।१।।” तत्प्रतिपत्तिः सर्वज्ञभक्तिश्च यावतां तत्तद्दर्शनस्थानां ते सर्वेऽपि बुधास्तं सर्वज्ञं मुख्यं सामान्यतो विशेषानिर्णयेऽप्यापन्ना आश्रिताः, निरतिशयितगुणवत्त्वेन प्रतिपत्ते वस्तुतः सर्वज्ञविषयकत्वाद् गुणवत्तावगाहनेनैव तस्या भक्तित्वाच्च । यथोक्तं-“प्रतिपत्तिस्ततस्तस्य सामान्येनैव यावताम् । ते सर्वेऽपि तमापन्ना इति न्यायगतिः परा Iકા” ર૩-.
સર્વજ્ઞ મુખ્યપણે એક છે. તે તે દર્શનમાં રહેલા જેટલા પણ પ્રાજ્ઞો સર્વજ્ઞની ભક્તિ કરે છે તે બધા મુખ્ય એક જ સર્વજ્ઞને સામાન્યથી આશ્રયીને રહેલા છે.” - આ પ્રમાણે પંદરમાં શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે તાત્ત્વિક-આરાધનાના વિષય સ્વરૂપ (આરાધ્ય) સર્વજ્ઞ એક જ છે. કારણ કે સર્વજ્ઞસ્વરૂપે આરાધનાના વિષય બનેલા બધા સર્વજ્ઞોની સર્વજ્ઞત્વજાતિ
૨૫૦.
કુતર્કગ્રહનિવૃત્તિ બત્રીશી