Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
સમાન – એક જ છે. આ વાતને જણાવતાં યોગદષ્ટિ સમુચ્ચયમાં (શ્લો.નં. ૧૦૩) ફરમાવ્યું છે કે – “શ્રી અરિહંત પરમાત્માદિ જે કોઈ પણ પારમાર્થિક જ સર્વજ્ઞ છે, તે તાત્ત્વિક રીતે ઋષભાદિ નામનો ભેદ (વ્યક્તિનો ભેદ) હોવા છતાં એક જ છે.”
તે તે દર્શનમાં રહેલા જેટલા પણ પ્રાજ્ઞ પુરુષો શ્રી સર્વજ્ઞપરમાત્માની પ્રત્યે ભક્તિ આચરે છે; તે બધા જ પ્રાજ્ઞ પુરુષો, વિશેષને આશ્રયીને કોણ સર્વજ્ઞ છે... ઇત્યાદિનો નિર્ણય ન હોવા છતાં સામાન્યથી મુખ્ય એવા સર્વજ્ઞપરમાત્માનો જ આશ્રય કરીને રહેલા છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એવા ગુણવાન હોવાથી પરમાત્માની જે ભક્તિ કરાય છે, તે વસ્તુતઃ શ્રીસર્વજ્ઞવિષયક હોય છે. સર્વોત્કૃષ્ટ ગુણવત્તાનું અવગાહન કરી (સર્વ પ્રકારે જાણીને) પરમાત્માને શ્રી સર્વજ્ઞ તરીકે સ્વીકારવા એ જ પરમાત્માની ભક્તિ છે. યોગદષ્ટિ સમુચ્ચયમાં (શ્લો.નં. ૧૦૪) આ અંગે જણાવ્યું છે કે – જેટલા પણ પરદર્શનીઓ સામાન્યથી સર્વજ્ઞ પરમાત્માની પ્રતિપત્તિ કરે છે, તે બધા જ મુખ્ય શ્રી સર્વજ્ઞ પરમાત્માના જ આશ્રયે રહેલા છે. આ જ શ્રેષ્ઠ ન્યાયાનુસરણ છે. આ રીતે સર્વજ્ઞને સર્વજ્ઞ તરીકે સ્વીકાર્યા વિના સર્વજ્ઞની પ્રતિપત્તિ સિદ્ધ નહીં બને. ૨૩-૧પ
અન્યદર્શનકારો પોતપોતાના દર્શનમાં રહેવા છતાં સામાન્યથી તેઓ સર્વશની પ્રતિપત્તિ કરે છે; અર્થાત્ બધા જ સર્વજ્ઞનો સ્વીકાર સામાન્યથી કરે છે; એમ જણાવીને હવે વિશેષથી સર્વજ્ઞને સર્વજ્ઞ તરીકે કોઈ જ સ્વીકારી શકતા નથી : એ જણાવાય છે
न ज्ञायते विशेषस्तु, सर्वथाऽसर्वदर्शिभिः ।
अतो न ते तमापन्ना, विशिष्य भुवि केचन ॥२३-१६॥ नेति-विशेषस्तु सर्वज्ञज्ञानादिगतभेदस्तु । असर्वदर्शिभिश्छद्मस्थैः । सर्वथा सर्वैः प्रकारैः । न ज्ञायते। अतो न ते सर्वज्ञाभ्युपगन्तारः । तं सर्वज्ञमापन्ना आश्रिताः । विशिष्य भुवि पृथिव्यां केचन । तदुक्तं“विशेषस्तु पुनस्तस्य कात्स्न्येनासर्वदर्शिभिः । सर्वैर्न ज्ञायते तेन तमापन्नो न कश्चन ॥१॥” ।।२३-१६।।
“છદ્મસ્થ આત્માઓ બધી રીતે સર્વજ્ઞના જ્ઞાનાદિમાં રહેલા વિશેષને જાણતા નથી. તેથી તેઓ વિશેષરૂપે સર્વજ્ઞ પરમાત્માનો આશ્રય કરનારા નથી. આ પૃથ્વી ઉપર પરમાત્માને વિશેષ સ્વરૂપે આશ્રયીને રહેલા હોય એવા કોઈ પણ છદ્મસ્થ આત્માઓ નથી.” – આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પ્રસ્થ આત્માઓને એવું વિશિષ્ટ જ્ઞાન ન હોવાથી શ્રી સર્વજ્ઞ ભગવંતોના જ્ઞાનાદિ ગુણોને સર્વ પ્રકારે વિશેષધર્મના ગ્રહણ પૂર્વક જાણી શકવા તેઓ સમર્થ બનતા નથી. તેથી સર્વજ્ઞ પરમાત્માના વિશેષ ધર્મોનું જ્ઞાન ન હોવાથી છબસ્થ જીવો પરમાત્માને સામાન્ય સ્વરૂપે જ સ્વીકારે છે. વિશેષ સ્વરૂપે સર્વજ્ઞપરમાત્માને સર્વજ્ઞ તરીકે સ્વીકારનારા આ પૃથ્વીમાં છબસ્થ એવા કોઈ નથી.
એક પરિશીલન
૨૫૧