Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
જાય છે... ઇત્યાદિ સ્થળે શબ્દવિકલ્પ હોય છે અને આત્મા એકાંતે નિત્ય છે કે અનિત્ય છે?... ઇત્યાદિ સ્થળે અર્થવિકલ્પ છે.
બહુલતયા આવા વિકલ્પોનું કલ્પનાશિલ્પ(રચના) જ્ઞાનાવરણીયાદિ કર્મના ઉદયથી થતું હોય છે. કુતર્ક તો વિકલ્પોની યોજનાના સ્વરૂપવાળો હોવાથી અર્થાત્ વિકલ્પોના પ્રવાહ સ્વરૂપ હોવાથી મુમુક્ષુ આત્માઓ માટે તે તદ્દન નિરર્થક છે. કારણ કે જેનું ઉપાદાન(પ્રકૃતિ) કારણ દુષ્ટ છે તે સત્કાર્યનો હેતુ ન બની શકે. ૨૩-૬l કુતર્કની અયુક્તતા સ્પષ્ટ કરાય છે–
जातिप्रायश्च बाध्योऽयं प्रकृतान्यविकल्पनात् ।
हस्ती हन्तीतिवचने प्राप्ताप्राप्तविकल्पवत् ॥२३-७॥ जातिप्रायश्चेति-जातिप्रायश्च दूषणाभासकल्पश्च । बाध्यः प्रतीतिफलाभ्यामयं कुतर्कः । प्रकृतान्यस्योपादेयाद्यतिरिक्तस्य अप्रयोजनस्य वस्त्वंशस्य विकल्पनात् । हस्ती हन्तीति वचने हस्त्यारूढेनोक्ते प्राप्ताप्राप्तविकल्पवन्नैयायिकच्छात्रस्य । यथा ह्ययमित्थं वक्तारं प्रति-“किमयं हस्ती प्राप्तं व्यापादयति ? उताप्राप्तम् ? आये त्वामपि व्यापादयेद्, अन्त्ये च जगदपीति विकल्पयन्नेव हस्तिना गृहीतो मिण्ठेन कथमपि मोचितः । तथा तथाविधविकल्पकारी तत्तद्दर्शनस्थोऽपि कुतर्कहस्तिना गृहीतः सद्गुरुमिण्ठेनैव मोच्यत ત્તિ રિરૂ-છા.
દૂષણાભાસ જેવો આ કુતર્ક પ્રતીતિ અને ફળથી બાધ્ય બને છે. કારણ કે “હાથી હણે છે' - આ પ્રમાણે કહ્યા પછી તે પ્રાપ્તને હણે છે કે અપ્રાપ્તને હણે છે?' આવા પ્રકારના વિકલ્પની જેમ પ્રકૃતાન્ય(અપ્રસ્તુસ્ત)ને લઈને કલ્પના કરાય છે.” - આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે - સામાન્ય રીતે બીજાની વાતને અસત્ય પુરવાર કરવાના ઇરાદે કુતર્ક કરવામાં આવતા હોય છે. બીજાની વાતમાં કોઈ દોષ ન હોવા છતાં તેમાં દોષનું ઉદ્દભાવન કરવા સ્વરૂપ કુતર્ક છે. તેથી તે ખરી રીતે તો દૂષણ ન હોવા છતાં બીજાની વાતમાં જે દૂષણ જણાવાય છે તે વસ્તુતઃ દૂષણાભાસસ્વરૂપ(જાતિપ્રાય:) હોય છે.
આવા કુતર્કથી જે જણાવાય છે તેનાથી વિપરીત જ પ્રાયઃ પ્રતીતિ થતી હોય છે. તેથી પ્રતીતિના કારણે તેનો બાધ થતો હોવાથી કુતર્ક જ બાધ્ય બને છે. જે ફળની ઇચ્છાથી કુતર્ક પ્રયુક્ત હોય છે તે ફળ પ્રાપ્ત થતું ન હોવાથી વિવક્ષિત ફળનો પણ બાધ થાય છે. તેને લઈને કુતર્ક પણ બાધ્ય બને છે. આ રીતે પ્રતીતિ અને ફળ : બંન્નેને લઇને કુતર્ક બાધ્ય બને છે. કારણ કે પ્રસ્તુત વાતને છોડી દઈને અપ્રસ્તુત વાતને અનુલક્ષી ત્યાં વિકલ્પ કરાય છે. પ્રકૃતિ (નિરૂપણની વિષયભૂત) વાતને છોડીને બીજી વાતને અનુલક્ષી અર્થાત્ ઉપાદેય, હેય અને શેયાદિથી બીજી બીજી વાતને
એક પરિશીલન
૨૪૩