Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
છે. માર્ગાનુસારી બોધમાં બાધક એવા મોહમળનો ક્ષય પ્રશમપ્રધાન તપથી જ થાય છે. વિષયકષાયની પરિણતિનું જ્યાં પ્રાધાન્ય હોય એવા તપથી એ મોહમલનો ક્ષય થઈ શકતો નથી. પતંજલિ વગેરે અધ્યાત્મના જાણકારોને માર્ગાનુસારી બોધપ્રાપ્ત થવા છતાં માર્ગના બોધમાં એમને અવરોધ નડ્યા - એ માન્યા વિના ચાલે એવું નથી. મુખ્યપણે આત્માને એકાંતે નિત્ય અપરિણામી અને ઔપચારિક બંધ... વગેરે માન્યતાને એ લોકો વરેલા હતા, જે શ્રી તીર્થંકર પરમાત્માએ ઉપદેશેલા પરમતારક માર્ગને અનુસરનારી ન હતી. તેથી જ આ પૂર્વેની બત્રીશીઓમાં યથાસ્થાને તેની અયુક્તતા ગ્રંથકાર પરમર્ષિએ જણાવી છે... ઇત્યાદિનો વિચાર કર્યા વિના આ શ્લોકનો પરમાર્થ વાસ્તવિક રીતે સમજી નહિ શકાય. મર્યાદાનું પાલન એ વાડાબંધી નથી. શ્રી વીતરાગપરમાત્માના વચનને જ સત્ય માનવા એ સંકુચિતતા નથી. અસત્યને અસત્ય માનવું એ ક્ષુદ્રતા નથી. અસને ન સ્વીકારવું એ તુચ્છતા નથી. અસદ્દનું નિરાકરણ એ સાંપ્રદાયિક ઝનૂન નથી અને તાત્ત્વિક પક્ષપાત એ દૃષ્ટિરાગ નથી. વાડાબંધી, સંકુચિતતા, ક્ષુદ્રતા, તુચ્છતા, સાંપ્રદાયિક ઝનૂન અને દૃષ્ટિરાગ વગેરેને દૂર કરવાનો એકમાત્ર ઉપાય શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચન પ્રત્યેનો અતૂટ વિશ્વાસ છે – એ મુમુક્ષુ આત્માઓએ નિરંતર યાદ રાખવું જોઇએ. વાડાબંધી, સંકુચિતતા... ઇત્યાદિના નામે મર્યાદાદિનું અતિક્રમણ કરવું એ કેટલું ઉચિત છે... ઇત્યાદિ સ્વસ્થ ચિત્તે વિચારવું. ૨૩-૪ મોહાંધકારને દૂર કરવા માટે દીપકસમાન જે વચન છે તે જણાવાય છે
वादांश्च प्रतिवादांश्च, वदन्तो निश्चितांस्तथा ।
तत्त्वान्तं नैव गच्छन्ति, तिलपीलकवद् गतौ ॥२३-५॥ वादांश्चेति-वादांश्च पूर्वपक्षरूपान् । प्रतिवादांश्च परोपन्यस्तपक्षप्रतिवचनरूपान् । वदन्तो बुवाणाः । निश्चितानसिद्धानैकान्तिकादिहेत्वाभासनिरासेन । तथा तेन प्रकारेण तत्तच्छास्त्रप्रसिद्धेन सर्वेऽपि दर्शनिनो मुमुक्षवोऽपि । तत्त्वान्तमात्मादितत्त्वप्रसिद्धिरूपं । न नैव गच्छन्ति प्रतिपद्यन्ते । तिलपीलकवत् तिलपीलक इव । निरुद्धाक्षिसञ्चारस्तिलयन्त्रवाहनपरो यथा ह्ययं नित्यं भ्राम्यन्नपि निरुद्धाक्षतया न तत्परिमाणमवबुध्यते, एवमेतेऽपि वादिनः स्वपक्षाभिनिवेशान्धा विचित्रं वदन्तोऽपि नोच्यमानतत्त्वं प्रतिपद्यन्ते इति ॥२३-५।।
“દોષથી રહિતપણે ચોક્કસ એવા વાદ અને પ્રતિવાદને બોલનારા(કરનારા) સુપ્રસિદ્ધ એવા તત્ત્વના સારને; તલને પીલનારની જેમ, ગતિ હોવા છતાં પામી શકતા નથી.” – આ પ્રમાણે પાંચમા શ્લોકનો શબ્દશઃ અર્થ છે. એનો આશય એ છે કે સામાન્ય રીતે કોઈ પણ વિષયમાં મતભેદ પડે ત્યારે અર્થનિર્ણય માટે વાદ-વિવાદ થતા હોય છે. તેમાં પૂર્વપક્ષની વાતનું સમર્થન કરનાર વાદ હોય છે અને તેનું વિરુદ્ધ જે વચન છે તેને પ્રતિવાદ કહેવાય છે.
એક પરિશીલન
૨૪૧