Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
શતિ-વ્ય: રિરૂ-રા.
“શ્લોકાર્થ સ્પષ્ટ છે. એનું તાત્પર્ય પણ સમજી શકાય છે કે શમસ્વરૂપ બગીચાને બાળી નાખવા માટે અગ્નિની જવાલા જેવો કુતર્ક છે. વિષય-કષાયની પરિણતિના અભાવની અવસ્થાને “શમ' કહેવાય છે. અનાદિકાળથી એ પરિણતિના કારણે સંતપ્ત આત્માને શમના કારણે સંતાપને દૂર કરવાનું શક્ય બને છે. ગ્રીષ્મઋતુના તાપથી પીડાતા આત્માને બગીચામાં જેમ શીતલતા પ્રાપ્ત થાય છે તેમ અહીં શમના કારણે આત્માને શીતલતાનો અનુભવ થાય છે. આ શમસ્વરૂપ આરામને બાળી નાખવાનું કામ કુતર્ક કરે છે. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનમાં શંકા પડે અથવા તેમાં વિપર્યય થાય ત્યારે તેની અપ્રમાણતા સિદ્ધ કરવા માટે કુતર્ક કરવામાં આવે છે, જેના મૂળમાં પોતાની વાત પ્રત્યેનો રાગ અને શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચન પ્રત્યેનો દ્વેષ પડેલો હોય છે; જે શમનો નાશ કરે છે.
જ્ઞાનસ્વરૂપ કમળના વિકાસ માટે કુતર્ક હિમજેવો છે. કમળ ખીલવામાં હોય ત્યારે હિમ પડે તો તે જેમ ખીલતું નથી, તેમ પૂ. પરમતારક ગુરુદેવશ્રી પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાના અવસરે કુતર્ક કરવાથી જ્ઞાનનો વિકાસ અટકી જાય છે. શ્રદ્ધા માટે શલ્ય જેવો કુતર્ક છે. કુતર્ક કરવાથી સામી વ્યક્તિ પ્રત્યે શ્રદ્ધાનો અભાવ જણાય છે. શ્રદ્ધા હોય તો તેનો નાશ થતાં વાર લાગતી નથી. શરીરમાં શલ્ય હોય તો તે જેમ પ્રાણઘાતક બને છે તેમ શ્રદ્ધાસ્વરૂપ પ્રાણનો ઘાત કુતર્કથી થાય છે. ધર્મનો પ્રાણ શ્રદ્ધા છે. એનો ઘાત કુતર્કથી થાય છે. જ્ઞાનના અજીર્ણ સ્વરૂપ સ્મય(અહંકાર-ગવીને ઉલ્લસિત (વધારવું) કરનાર કુતર્ક છે. આપણા કરતાં મહાજ્ઞાની હોવા છતાં આપણે એની અપેક્ષાએ વિશિષ્ટ જ્ઞાની છીએ એ સિદ્ધ કરવાનું કાર્ય કુતર્કનું છે. તદ્દન ઋજુ અને સુનીતિપૂર્ણ માર્ગ હોવા છતાં એ માર્ગે ચાલવા ના દે અને તેમાં અવરોધ ઊભો કરે એવો કુતર્ક છે. સુનયસ્વરૂપ દ્વારને અટકાવી રાખવા માટે કુતર્ક નકુચાનું કાર્ય કરે છે... ઇત્યાદિ સમજી શકાય એવું છે. l૨૩-રા. ઉપર જણાવ્યા મુજબ કુતર્કનું સ્વરૂપ ભયંકર છે; તેથી જે કરવું જોઈએ તે જણાવાય છે–
कुतर्केऽभिनिवेशस्तन्न युक्तो मुक्तिमिच्छताम् ।
યુWપુનઃ શ્રતે શાન્ત, સમાથી શુદ્ધચેતસામ્ પરિરૂ-રૂા. कुतर्क इति-श्रुते आगमे । शीले परद्रोहविरतिलक्षणे । समाधौ ध्यानफलभूते ॥२३-३।।
પૂર્વે જણાવ્યા મુજબ અગ્નિની જવાલાદિ સ્વરૂપ કુતર્ક હોવાથી મોક્ષની ઇચ્છાવાળા સંન્યાસીઓને કુતર્કમાં અભિનિવેશ(આગ્રહ) રાખવો એ ઉચિત નથી. પરંતુ શ્રત, શીલ અને સમાધિમાં એવો અભિનિવેશ રાખવો એ મહાત્માઓને માટે યુક્ત છે.” - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય સ્પષ્ટ છે. મોક્ષના અર્થી જનો માટે આવો કુતર્કનો આગ્રહ રાખવો
એક પરિશીલન
૨૩૯